મોટેભાગની યુવતિઓ લિપ્સને સુંદર બનાવી રાખવા માટે હંમેશા લિપસ્ટિક અને લિપ બામનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે લિપસ્ટિક અને લિપ બામનો વધારે ઉપયોગ કરવાથી લિપ્સનો નેચરલ ગ્લો છીનવાય જાય છે. અને હોઠ કાળા પડવા લાગે છે.
એવામાં હોઠની સુંદરતા અને તેનુ નેચરલ ગ્લો મેળવવા માટે હોમમેડ લિપસ્ટિકનો ઉપયોગ કરવો જોઇએ જેથી તમારા હોઠ નેચરલ પિન્ક પણ રહેશે અને તેનુ નેચરલ ગ્લો પણ જળવાઇ રહેશે. તો ચાલો જાણીએ હોમમેડ લિપસ્ટિક બનાવવાની રીત જે આ પ્રમાણે છે.
- સામગ્રી :
- બીટનો રસ
- ગ્લિસરીન – ૧ નાની ચમચી
- વિટામિન ઇ એક કેપ્સ્યુલ
રીત :
- સૌ પ્રથમ હોમમેડ લિપસ્ટિક બનાવવા માટે બીટના રસમાં ગ્લિસરીન અને વિટામિન-ઇની કેપ્સ્યુલ મિક્સ કરીને તેને હોઠ પર લિપસ્ટિકની જેમ લગાવો.
- તેમજ બીટમાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે. જે લિપ્સને મોઇશ્યરાઇઝડ કરે છે અને વિટામિન-ઇ લિપ્સનો ક્રેશ રાખે છે. તેમજ ગ્લિસરીન લિપ્સની ડેડ સ્ક્રિનને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.