આમ તો મેકઅપના સમાનમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે પણ તેમા સૌથી જ‚રી કેટલી વસ્તુઓ હોય છે. જેના વગર મેકઅપ ક્યારેય પૂર્ણ નથી થતો ઉદાહરણ તરીકે face powder
જે લગભગ દરેક મહિલાની મેકઅપ કિટમાં હોય જ છે. તેમજ પાવડર face પર ટચ અપ માટે ઉપયોગમાં લેવાય છે. જેનાથી ચહેરો સંપૂર્ણપણે ફ્રેશ દેખાવા લાગે છે.
તો આવા ઉપયોગી મેકઅપના સમાનને શા માટે ઘરે જ બનાવવામાં ન આવે !! તો ચાલો જાણીએ કઇ રીતે ઘરે બનાવી શકાય ફેસ પાવડર….જે આ પ્રમાણે છે.
૧- એક વાટકીમાં ૧/૪ ચમચી કોર્ન સ્ટાર્ચને ૧ ચમચી બેબી પાવડર સાથે બરાબર મિક્સ કરો તેમજ કોન સ્ટાર્ચ ખૂબ જ સ્ટ્રોંગ પાવડર હોય છે જે ચહેરા પર ઘણા સમય સુધી ટકી રહે છે તેમજ આ બંને પાવડર હોય છે જે ચહેરા પર ઘણા સમય સુધી ટકી રહો છે તેમજ આ બંને પાવડરથી તમારા ચહેરા પર કોઇ પ્રકારનું નુકશાન પહોંચાડશે નહી.
૨- હવે એક વાટકીમાં ૧ ચમચી ગ્રીન ક્લે પાવડરને ૧ ચમચી કોર્ન સ્ટાર્ચ સાથે મિક્સ કરો. તેમજ ગ્રીન ક્લેએ મોટાભાગના ફેસપેક તરીકે વાપરવામાં આવે છે પરંતુ તમે આનો ઉપયોગ હોમમેડ પાવડર બનાવવા માટે પણ કરી શકો છો. અને આ પાવડર તમારા ચહેરા પરના ડાઘ-ઘબ્બા સરળતાથી છુપાવવામાં મદદ‚પ કરે છે.
૩- જો તમે ફાઉન્ડેશન પાવડર બનાવવા ઇચ્છો છો તો કોનસ્ટાર્ચ ને કોકો પાવડર સાથે મિક્સ કરો ત્યારબાદ એ વાતનું ધ્યાન રાખો કે તમારા સ્કિન ટોન સાથે મેચ થાય જેથી તમે એ પ્રમાણે સામગ્રી ઓછી વધુ કરી શકો છો.