સામાન્ય રીતે ગરમીની સરખામણીએ ઠંડીની સીઝનમાં તમારી ત્વચાની સારસંભાળ થોડી મુશ્કેલ થઈ જતી હોય છે. કારણ કે શિયાળામાં ઠંડી પડતની સાથે જ ત્વચામાં ઘણા ફેરફારો થતાં હોય છે. તેમજ ચહેરા પરનો ગ્લો પણ જતો રહે છે ત્યારે તેની સારસંભાળ ખુબજ મહત્વનુ બની જાઈ છે અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરવા કરતાં હોમમેઈડ બોડી લોશન સોલ્યુશનની સિક્રેટ રેસીપી અમે તમને બતાવા જાઈ રહ્યા છીએ.

સરસિયાનું તેલ માત્ર શાકભાજી બનાવવા માટેજ નહીં પરંતુ તમારી ચામડી, સ્વસ્થ્ય તેમજ વાળ માટે વરદાન સ્વરૂપ છે, આપણાં બોડી લોશનમા સરસિયાની મુખ્ય ભૂમિકા રહશે. બોડી લોશન બનાવવા માટે સરસિયાનું તેલ અને મીણનઞ જરૂર પડે છે તેમાથી તૈયાર થયેલ લોશન માત્ર તમારી ત્વચાને કોમળ જ નથી રાખતું પરંતુ લાંબા સમય સુધી મોશ્ચ્યુરાઈઝ પણ બનાવે છે.

આ લોશન બનાવવા માટે 1 કપ સરસિયાનું તેલ તેમજ 2 મધ્યમ આકારણી મીણબતી લો. ત્યારબાદ તેને નોનસ્ટિક વાસણમાં ગરમ કરો આ તેલમાં મિણબતીનાં નાના ટુકડા કરી બરોબર મિક્સ કરો, હવે તેને ઠંડુ પાડવા દો ત્યારબાદ તમે તેમાં સુગંધ આપવા મનપસંદ ફ્લેવર ઉમેરી શકો છો તેમજ આ લોશન લગાડવાથી કોઈ પ્રકારની આડઅસર થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.