રસગુલ્લાનું નામ સાંભડતા જ લોકોના મોઢામાં પાણી છૂટી જાય છે. 100 માથી 68 ટકા લોકો રસગુલ્લા પસંદ કરતા હોય છે અને તેનો આગ્રહ રાખતા હોય છે. રસગુલ્લા બનાવવા ઘણા સરળ છે. તો આજે અમે તમને શીખવાડસું કે ઘરે કેમ રસગુલ્લા બનાવાય.
સામગ્રી :
- ગાયનું દૂધ
- ચમચી લીંબુનો રસ
- કપ ખાંડ
- પનીર
- ચાસણી
- 1 કપ પાણીબનાવવાની રીત :
સૌ પ્રથમ ગાયનાં દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો ત્યારબાદ લીંબુનો રસ દૂધમાં મિકસ કરો. પછી દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને 20 થી 25 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય.
હવે પનીર ને મસળી તેના લૂઆ કરી નાના ગોળા કરો. અને એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો અને ચાસણી બનાવો. ચાસણી બન્યા બાદ ગોળા ચાસણીમાં બોળો અને 15 મિનિટ માં ગોળા ફૂલી જશે. હવે છેલ્લે ફ્રીજ માં ઠંડા થયા બાદ રસગુલ્લા ને સર્વ કરો.