સામગ્રી :
- ૨ કપ – ચોખ્ખાનો લોટ
- ૨ કપ – ગોળ (બારીક ભુક્કો કરવો)/ ખાંડ નો ઉપયોગ કરવો હોય તો ગોળ ને બદલે કરી શકાય.
- ૨ કપ – નાળિયેર નો ભુક્કો (કાચા નાળિયેર નો )
- ૫૦ ગ્રામ – કાજુ (એક કાજુ ના ૫-૬ કટકા કરવા )
- ૨૫ ગ્રામ – કિસમિસ
- ૪-૫ – એલચી
- ૧ ચમચો – ઘી
- ૧/૨ -ચમચી મીઠું
રીત :
ગોળ અને નાળિયેર નો ભુક્કો એક કડાઈમાં નાખી અને ગેસ પર ગરમ કરવા કડાઈ ને મૂકવી. ગોળ પીગળવા લાગે એટલે સતત ચમચાથી તેને હલાવતા રેહવું અને નાળીયેરના ભુક્કા ને શેકવો. જ્યાં સુધી બંને એકરસ ન થાય ત્યાં સુધી. ત્યારબાદ, કાજુ અને એલચી નાખી તેમાં મિક્સ કરી દેવા. આમ, મોદક નો માવો તૈયાર થઇ જશે.
ત્યારબાદ, ૨- વાટકી પાણી અને ૧- ચમચી ઘી ગરમ કરવું. જેવું પાણીમાં ઉફાળો આવે કે તૂરત જ ચોખ્ખાનો લોટ અને મીઠું તેમાં નાખી અને ગાંઠા ના પડે તેમ મિક્સ કરો અને હલાવતા રહો અને પાંચ મિનિટ માટે ઢાંકી ને રાખવું.
હવે, જે મિશ્રણ તૈયાર થયું તેનો નરમ લોટ બાંધવો. જો લોટ કઠણ લાગે તો ૧-૨ ચમચા પાણી જરૂરિયાત મુજબ નું નાખી અને લોટ નરમ બાંધવો?ત્યારબાદ, એક વાટકીમાં થોડું પાણી અને બીજી વાટકીમાં થોડું ઘી લેવું.
પાણી અને ઘી બંને હાથમાં લગાડી અને લોટ નું ગોરણુ બનાવી અને લેવું અને તે લોટમાં બીજાં હાથ ના અંગુઠાથી ખાડો કરવો કે જેમાં ૨ – ચમચી જેટલું પૂરણ ભરી શકાઈ. ખાડો થઇ ગયા બાદ તેમાં ૨-ચમચી પૂરણ ભરવું અને ઉપર ચોટલી જેવો ભાગ રહે તેમ તે બંધ કરવું. આમ, બધાં મોદક તૈયાર કરવા.
મોદક બધાં તૈયાર થઇ ગયા બાદ, એક મોટાં વાસણમાં ૨-૪ ગ્લાસ પાણી ભરવું. અને પાણી ગરમ કરવા ગેસ પર મૂકવું. પાણી ગરમ થાય ત્યારે, મોદક જે બનાવેલ તે એક ચારણીમાં ગોઠવવા, ખાસ ધ્યાન રહે કે એક બીજાને અડી ને ચોંટી જાય તેમ ના ગોઠવવા. એક સાથે ૮-૧૦ વાસણ ની સાઈઝ મૂજબ ગોઠવાશે.
ત્યારબાદ ૧૦ મિનીટ સુધી તેને ગેસ પર મધ્યમ આંચે બાફવા મૂકવા. બફાઈ ને પાકી જશે એટલે તેના કલરમાં અલગથી ચમક આવશે બસ હવે ગેસ બંધ કરી અને મોદક ઉતારી લેવા.
તો તૈયાર છે ગણપતિ બાપા ને પ્રિયા મોદક.