સામગ્રી –
તેલ કે ઘી 2 ટે સ્પૂન જીરુ 1/2 ટીસ્પૂન, આદુ 1 ઈંચ ઝીણો સમારેલો.. મટર 1/2 કપ (ફ્રોજન) સૂકા ધાણા 1/2 ટી સ્પૂન મીઠુ સ્વાદમુજબ, વરિયાળી 1/2 ટી સ્પૂન, લાલ મરચાનો પાવડર 1/2 ટી સ્પૂન.. લીલા મરચા – 1 (ઝીણા સમારેલા) ગરમ મસાલો 1/4 ટી સ્પૂન, આમચૂર પાવડર 1/2 ટી સ્પૂન, બટાકા 2 બાફેલા, ધાણા – 2 ટેબલસ્પૂન..
અન્ય સામગ્રી –
વ્હાઈટ બ્રેડ – 7 સ્લાઈડ, મેદો 2 ટેબલસ્પૂન, પાણી 2 ટેબલસ્પૂન તેલ-ડીપ ફ્રાઈ માટે..
બનાવવાની રીત –
1. સૌ પહેલા એક પેનમાં તેલ ગરમ કરીને તેમા જીરુ, આદુ અને લીલા મરચા નાખીને ફ્રાઈ કરો.
- તેમા વટાણા મસાલા અને મીઠુ નાખીને સેકી લો. ત્યારબાદ તેમા બટાકા અને લીલા ધાણા નાખીને ફ્રાઈ કરીને બાજુ પર મુકી દો.
- બ્રેડ સ્લાઈડને લઈને તેને બ્રાઉન સાઈડ કાપીને વણ્યા પછી સમોસાના શેપમાં કાપી લો.
- એક બાઉલમાં મેદો અને પાણી મિક્સ કરીને બ્રેડના સાઈડ પર લગાવી તેમા ફ્રાઈ મસાલાની સ્ટફિંગ કરો અને તેના ઉપર મેદા પેસ્ટ લગાવી તેને બંધ કરી દો.
- એક પેનમાં તેલ ગરમ કરીને સમોસસને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ડીપ ફ્રાય કરી લો.
- તમારા બ્રેડ સમોસા બનીને તૈયાર છે. હવે તમે તેને ગરમા ગરમ ચા અને સોસ સાથે સર્વ કરો.