વિશ્વમાં દરેક નાગરિકને આરોગ્યપ્રદ ખોરાક મળે અને ભુખમરો દુર થાય તે ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય ફુડ ડેની ઉજવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહર સુરક્ષા મંડળ દ્વારા આવતી કાલે ને સાંજે ૪.૩૦ કલાકે સર્કિટ હાઉસ સભાખંડ સરદાર બાગ, ફુલછાબ ચોક, રાજકોટ  ખાતે વર્લ્ડ ફુડ ડે (વિશ્વ અન્ન દિવસ) ની ઉજવણી નીમીતે અવર એકશન આર અવર ફયુસર હેલ્ધી ડાયટર્સ ફોર એ જીરો કંગર વર્લ્ડ, વિષયે સેમીનારનું આયોજન કરાયું છે.

સમગ્ર વિશ્ર્વમાં વર્લ્ડ ફુડ ડે ની ઉજવણી એકી સાથે આશરે ર૦૦ દેશોમાં થનાર છે. આ દિવસે અન્નની ગુણવતા, અન્નનો બગાડ થતો અટકાવવો અને અન્નનો બચાવ કરવો તે સંબંધે લોકો સુધી સંદેશો મોકલવામાં આવશે. વિશ્ર્વમાં દરેક નાગરીકને આરોગ્યપ્રદ ખોરાક મળવો અને ભુખમરો દુર થવો તે ઉદેશથી આ આંતરરાષ્ટ્રીય પ્રસંગની ઉજવણી રાજકોટમાં થનાર છે.

આ સેમીનારનું ઉદધાટન બિનાબેન આચાર્ય, રાજકોટ મહાનગરપાલિકા એમ.વી. ગોહેલ, ન્યાયમૂર્તિ, જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રાજકોટ એમ.પી. શેઠ, ન્યાયમુર્તિ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, રાજકોટના હસ્તે થનાર છે. મહેમાનો તરીકે કે.જે. જગોડા જીલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ પંકજભાઇ રાઠોડ (આરોગ્ય અધિકારી,રાજકોટ) ડો. વી.કે. ગુપ્તા (ડાયરેકટર કેન્સર હોસ્પિટલ, રાજકોટ) દિપાબેન કોરાટ, સહીતનાઓ ઉ૫સ્થિત રહેશે. આ સેમીનારમાં રમાબેન માવાણાી જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.