ફુદીનો સામાન્ય રીતે લોકો  ચટણી માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ભોજનનું સ્વાદ વધારવાની સાથે ફુદીનો સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે.

પહેલા તો એક પાત્રમાં પાણી લઇને ગરમ કરો ત્યાર બાદ આ પાણીમાં ફુદીનો કાળી મરી અને બ્લેક શોલ્ટ ઉમેરો અને પાંચ મિનિટ સુધી ગરમ કરી લો. બસ તમારી ચા તૈયાર છે. ચા ને ગાળીને કપમાં કાઢી લો અને મજા લો.

આ ઉપરાંત તમે આ ચા ને દુધ અને ખાંડ સાથે પણ બનાવી શકો છો આવુ કરવાથી તે સામાન્ય ચા જેવી પણ વધુ સ્વાદિષ્ટ લાગશે.

ફુદીના મેંથોલ હોય છે જેના કારણે સ્કિનને ઠંડક મળે છે જો તમને એલર્જીની પ્રોબ્લેમ હોય તો તમારા માટે એક કપ ફુદીનાવાળી ચા ખૂબ જ અસરકારક સાબિત થશે.

ફુદીના ચા પીવાથી શરીરની વધારાની ચરબી પણ ઝડપથી ઘટવા લાગે છે. તેથી નિષ્ણાંતો ફુદીનાવાળી ચા ને વજન ઘટાડવા માટે લાભદાયી માને છે તેમજ સુગરલેવલને પણ કંટ્રોલમાં રાખે છે.

જો તમને ટ્રાવેલીંગ દરમિયાન ઉલ્ટી આવતી હોય તો એક કપ ફુદીનાવાળી ચા તમારા માટે ખૂબ જ સારી રહેશે તેમજ ચક્કર પણ નહી આવે.

આ ઉપરાંત વાળની ફુદીનાવાળી ચા પીવાથી વાળની સુંદરતા વધારવા તેમજ પેટમાં દુખાવો અને એસિડીટીની સમસ્યામાં પણ ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.