આજે છે કોફી આઈસ્ક્રીમ દિવસ અને આઈસ્ક્રીમનું નામ આવે ત્યાંજ મોમાં પાણી આવી જાઈ છે કેમકે આઈસ્ક્રીમ બધાને ભાવતું જ હોઈ ઉનાળાની ઋતુમાં તો આઈસ્ક્રીમની શોપ પર લાઈન હોઈ છે હવે લાઈનમાં ઉભું રહેવું ના પડે તે માટે ઘરે જ બનાવો ક્રીમી અને ફ્રેશ કોફી આઈસ્ક્રીમ બનાવો આ રીત મુજબ :
સામગ્રી :
કંડેન્સ મિલ્ક 1/3 કપ ફ્રેશ ક્રીમ 1 કપ
ચોકલૅટ સીરપ 3 ચમચી
ચોકો ચિપ્સ 3 કપ
કોફી પાઉડર 1 ચમચી
રીત :
એક મોટા બાઉલમાં ફ્રેશ ક્રીમ એડ કરો અને પછી એને ઝરણી અથવા તો ઇલેક્ટ્રિક મિક્સ્ચરથી 3 થી 4 મિનિટ મિક્સ કરો પછી 1 કપ કન્ડેન્સ મિલ્ક એડ કરો અને એમાં ચોકલૅટ સીરપની 3 ચમચી એડ કરો પછી આ ત્રણેય ઇન્ગ્રીડિયન્સનૅ એક કરો. પછી એમાં 1/5 ચમચી કોફી પાઉડર એડ કરો અને 2 થી 3 મિનિટ સુધી મિક્સ્ચર થી એક રસ કરો એમાં ચોકો ચિપ્સ થોડા એડ કરો અને પછી એને થોડીવાર ફ્રિજરમાં ઠંડુ થવા દો. પછી એને એક નાના બાઉલમાં કાઢી ફરી ચોકો ચિપ્સ દ્વારા સજાવટ પણ કરી શકો છો.