મિત્રો ચોમાસામાં મકાઈની સિઝન હોવાથી મકાઈ કૂણી અને તાજી મળતી હોય છે. તમે બાફીને અને શેકીને તો મકાઈ ખુબ ખાધી હશે. તો આજે મકાઈ માંથી કંઈક અલગ બનાવીએ આજે આપણે મકાઈના દહીંવડા બનાવીએ :
મકાઈના દહીંવડા બનાવવા માટેની સામગ્રી :
500 ગ્રામ મકાઈ
50 ગ્રામ ઘઉંનો લોટ
4 થી 5 નંગ લીલા મરચા
1 ચમચી ખાંડ
1 ચમચી આમચૂર પાવડર
1 ચમચી તલ
ચપટી હિંગ
1 કપ દહીં
ગળી ચટણી
લાલ મરચું પાવડર
તેલ તળવા માટે
મીઠું સ્વાદ અનુસાર
2 ચમચી દાડમના દાણા
1 ચમચી શેકેલા જીરાનો પાવડર
ઝીણી સમારેલી કોથમીર
“મકાઈના દહીંવડા” બનાવવાની રીતે :
સૌપ્રથમ મકાઈને છીણી લો ત્યાર બાદ તેમાં ઘઉંનો લોટ તેમજ બધા મસાલા ઉમેરી ખીરું તૈયાર કરો.
ખીરું વડા ઉતારી શકાય તેવું હોવું જોઈએ. જરૂર પડેતો છાશ ઉમેરી શકો.
ખીરામાંથી વડા ઉતારો અને હૂંફાળા પાણીમાં 2 થી 3 મિનીટ રાખી વડા બહાર કાઢી લો.
પ્લેટમાં વડા કાઢી તેના પર ગળી ચટણી , દહીં , જીરા પાવડર, લાલ મરચું , દાડમના દાણા અને કોથમીર ભભરાવી સર્વ કરો.