શિયાળાની શરૂઆતની સાથે માર્કેટમાં આમ તો ઘણા બધા ફ્રૂટ જોવા માલ્ટા હોય છે તેવામાં આપણે આજે ચીકુની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે બધા ચીકુનો જ્યુસ પીતા હોય છીએ અને ચીકુ પણ ખાતા જ હોય છીએ પરંતુ શું તમે ક્યારે પણ ચીકુની બરફી ખાધી છે ?? તો ચાલો આજે આપણે ચીકુની બટફિ કઈ રીતે બને છે તે જાણીએ…
સામગ્રી :
ચીકૂ-5 થી 6
ઘી-2 ટેબલ સ્પૂન
દૂધ- 2 કપ
ખાંડ-4થી 5 ટી સ્પૂન
બાદામ-પિસ્તા – 2 ટેબલ સ્પૂન (ઝીણું-ઝીણું સમારેલ)
ઇલાયચી પાવડર – અડધી
બનાવવાની રીત:
ચીકુની બરફી બનાવવા નાતે સૌ પ્રથમ ચિકૂની છાલ નિકાળી તેની પેસ્ટ બનાવી લો. હવે એક કડાઇમાં ઘી ગરમ કરો અને તેમાં ચીકૂનુ પેસ્ટ નાંખી ઘી છૂટ પડે ત્યાં સુધી ગરમ કરો. હવે તેમાં દૂધ વધારે ઘટ્ટ બને ત્યાં સુધી તેને ગેસ પર રાખો. પછી તેમાં ખાંડ નાંખી હવે ધીમા તાપ શેકો. જ્યાં સુધી મિક્સ થઇને ગૂંથાયેલા લોટ જેવું ના બને ત્યાં સુધી.
હવે તેમાં ઇલાયચી પાવડર નાંખી સારી રીતે મિક્સ કરી ઘી લગાવી ચિકાશવાળી કરેલી પ્લેટમાં નાંખો. હવે તેના ઉપર બાદામ-પિસ્તા નાંખીને ફ્રિજમાં એક કલાક રાખો. એક કલાક બાદ તેને બહાર નિકાળી તમને મનગમતા આકારમાં કાપી સર્વ કરો.