શિયાળાની ઋતુમાં શુકા વાતાવરણ ના લીધે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે, આ ઋતુમાં વહેતી સૂકી હવા ત્વચાને સૂકા અને નિર્જીવ બનાવે છે. ચહેરાની ત્વચાની સાથે હોઠ પણ ફાટી જાય છે. કારણ કે હોઠમાં તેલની ગ્રંથીઓ હોતી નથી, જેના કારણે હોઠ જલ્દી સુકાઈ જાય છે અને ફાટવા લાગે છે.

૬

આ સમસ્યાથી બચવા માટે લોકો બજારમાં મળતા કેમિકલયુક્ત ટીન્ટેડ લિપ બામનો ઉપયોગ કરે છે. જે હોઠ પર લગાવ્યા પછી હોઠને થોડા સમય માટે મોઈશ્ચરાઈઝ રાખે છે અને પછી ફરીથી હોઠ ફાટવા લાગે છે. કેમિકલયુક્ત લિપ બામના વારંવાર ઉપયોગથી હોઠ પર વિપરીત અસર થઈ શકે છે. તમે ઘરે જ ફ્રેશ સ્ટ્રોબેરીમાંથી કેમિકલ ફ્રી ટીન્ટેડ લિપ બામ બનાવી શકો છો, ઘરે જ ફ્રેશ સ્ટ્રોબેરીમાંથી કેમિકલ ફ્રી ટીન્ટેડ લિપ બામ કેવી રીતે બનાવી શકાય અને તેના ફાયદા વિશે જાણીએ.

સ્ટ્રોબેરીથી હોમમેઇડ ટીન્ટેડ લિપ બામ કેવી રીતે બનાવશો

સ્ટ્રોબેરીમાંથી બનાવેલ લિપ બામ લગાવ્યા પછી તમારે લિપસ્ટિકનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. કારણ કે સ્ટ્રોબેરીમાં રહેલા કુદરતી લાલ રંગ તમારા હોઠને ગુલાબી રંગ આપશે અને તેને લગાવ્યા પછી હોઠ પણ હાઇડ્રેટ રહેશે.

૪

  1. લિપ બામ બનાવવા માટે તમારે 5 તાજી સ્ટ્રોબેરી, અડધી બીટરૂટ, 2 ચમચી નારિયેળ તેલ અને મનપસંદ તેલની જરૂર પડશે.
  2. સૌથી પહેલા સ્ટ્રોબેરી અને બીટરૂટને પીસીને તેનો રસ કાઢો.
  3. આ રસને એક પેનમાં નાખો અને પછી તેમાં નારિયેળ તેલ ઉમેરો. ધ્યાનમાં રાખો કે તમે કોલ્ડ પ્રેસ્ડ નારિયેળ તેલનો ઉપયોગ કરો છો.
  4. 1 મિનિટ ઉકળ્યાં પછી, આ મિક્સરને એક બાઉલમાં કાઢી લો અને મનપસંદ તેલ ઉમેરો. તેલ લિપ બામમાં સુગંધ ઉમેરશે.
  5. જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને કાચની નાની બોટલમાં ભરી લો અને પછી તેનો ઉપયોગ કરો.
  6. શિયાળાની ઋતુમાં તે જામી જાય છે, જેથી તમારું મિક્સર ઠંડું થતાં જ તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકશો.

2 2

સ્ટ્રોબેરી લિપ બામ લગાવવાથી ફાયદો થાય છે

  1. આ લિપ બામ બનાવવામાં ઉપયોગમાં લેવાતા સ્ટ્રોબેરીમાં રહેલા વિટામિન સી અને બી હોઠને સૂર્યના કિરણોથી બચાવવામાં મદદ કરે છે. જે ટેનિંગની સમસ્યાને ઓછી કરશે.
  2. બીટરૂટ અને સ્ટ્રોબેરીમાં રહેલા પોષક તત્વો હોઠને સોફ્ટ રાખશે, જેનાથી ફાટેલા હોઠની સમસ્યા ઘણી ઓછી થઈ શકે છે.
  3. સ્ટ્રોબેરીમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે હોઠના સોજાને ઘટાડી શકે છે.
  4. બીટરૂટમાં રહેલ વિટામિન ઇ હોઠને સોફ્ટ બનાવવામાં અને હોઠને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરશે.

ધ્યાનમાં રાખો કે પહેલીવાર હોઠ પર આ લિપ બામનો ઉપયોગ કરતા પહેલા, તમારે પેચ ટેસ્ટ કરવો જોઈએ. ત્યારબાદ જ હોઠ પર એપ્લાઇ કરવું જેથી કરીને બીજી સાઈડ ઇફેક્ટ ના આવે.

8 2

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.