દરેક જગ્યાએ જમવા જતી વખ્તે સૌ પ્રથમ મેન્યૂમાં ધ્યાને ખેચતું અને મુખ્ય આકર્ષણ તે સ્ટાર્ટર . તો શું તમે પણ આ લોકડાઉનના દિવસોમાં મસ્ત તે હોટલ જેવુ એક સ્ટાર્ટર ઘરની સામગ્રીથી બનાવો. જે એકદમ અલગ અને સરળ રીતે બની જશે.
આ નાસ્તો બનાવા માટેની સામગ્રી :-
- ૩૦૦ ગ્રામ કાજુ
- ૨ ચમચી બેસન
- ૪ ચમચી ચોખાનો લોટ
- ૧ ચમચી લાલ મરચું (તીખાશ પ્રમાણે)
- ૧/૨ ચમચી સંચળ
- ૧ ચમચી ચાટ મસાલો
- ૧ ચમચી કસુરી મેથી
- ૧/૨ હળદર
- તેલ તળવા માટે
- ૧/૨ મરી પાઉડર
- મીઠું સ્વાદ અનુસાર
આ નાસ્તો બનાવાની રીત :-
- સૌ પ્રથમ એક બાઉલમાં કાજુ,બેસન, મીઠું,મરી,હળદર,મરચું પાઉડર આ બધુ મિક્સ કરો.
- ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી તેને ફરીથી મિક્સ કરો.
- તેમાં ૨-૩ટીપાં તેલ નાખી તેને ૫ મિનિટ સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી થાય.
- આટલું થયા બાદ એક બીજા બાઉલમાં આ બધા મસાલા જેમાં મરી,મીઠું, લાલ મરચું, હળદર,કસુરી મેથી અને ચાટ મસાલો નાખી મિક્સ કરો.
- છેલ્લે આ બધુ તૈયાર થયા બાદ કાજુને આ મસાલામાં ઉમેરીને તૈયાર કરો એકદમ સ્વાદિષ્ટ સ્ટાર્ટર , જે એકવાર બનાવો દરેક ઘરનાને ભાવશે.