દિવાળીના અવસરે આપણે બધા આપણા ઘરની સજાવટ કરીએ છીએ. તેમજ જો તમે રંગોથી રંગોળી ન બનાવી શકો, તો ફૂલો સહિત કેટલીક અન્ય વસ્તુઓથી પણ રંગોળી બનાવી શકો છો. તો અહીં જુઓ રંગોળીની અત્યંત સુંદર ડિઝાઇન અને જાણો કે તમે તેને કઈ વસ્તુઓથી બનાવી શકો છો.
આ વર્ષે દિવાળી પર જો તમે સિમ્પલ અને ક્લાસી રંગોળી બનાવવા માંગો છો, તો તમે તમારા ઘરમાં રંગોળીના કલર સિવાય ગલગોટાના ફૂલ અને પાંદડાંની રંગોળી સહેલાઈથી બનાવી શકો છો. તેમજ જમીન પર પહેલા ચોકથી ડિઝાઇન દોરી લો. આ દોરેલી ડિઝાઇનમાં ગલગોટાના ફૂલને તોડીને ભરો અને ડિઝાઇનમાં પાંદડાંને પણ સારી રીતે લગાવી દો. ત્યારબાદ આ રીતે તમે દિવાળી પર ફૂલોની રંગોળી ડિઝાઇન બનાવીને તમારા ઘરના આંગણની શોભા વધારી શકો છો.
આ વર્ષે દિવાળી પર તમે તમારા ઘરમાં આર્ટિફિશિયલ દીવા અને છીપોની મદદથી કંઈક અલગ અને યુનિક ડિઝાઇનની રંગોળી બનાવી શકો છો. તે માટે તમારે ગોળ આકારની રંગોળી બનાવીને તેની ચારે બાજુ દીવા મૂકવા પડશે અને તે દેખાવમાં પણ શાનદાર લાગે છે. તેમજ આ ઉપરાંત દીવાવાળી રંગોળી, રંગીન મીઠાની રંગોળી, રંગીન પથ્થરથી પણ રંગોળી બનાવી શકાય છે.
દિવાળીના અવસર પર તમે ચોખાની મદદથી પણ રંગોળીની ડિઝાઇન બનાવી શકો છો. આ માટે તમે ઊભા ચોખાના દાણા અથવા લોટનો ઉપયોગ કરી શકો છો. તેમજ રંગોળીને સુંદર બનાવવા માટે તમે ચોખાના દાણાને અલગ-અલગ રંગમાં પલાળીને રંગી શકો છો.
દિવાળીના શુભ અવસર પર હવે રંગોળી કલર વગર તમારા ઘરે પીપળાનાં પાંદડાં, બંગડી અને અનાજની મદદથી પણ સુંદર રંગોળીની ડિઝાઇન બનાવી શકો છો. આ માટે તમારે કોઈ પણ જૂની બંગડી અને સાથે ઘઉં, જુવાર, બાજરી, રાગી જેવા અનાજથી તમે પીપળાના પાંદડાથી ગણેશ આકારની રંગોળી બનાવી શકો છો.