ધરમાં વિવિધ કાર્ય અને કુટુંબના સભ્યો તથા સિટી લાઇફ માં ધર માં જ અંદર ટોઇલેટ હોય છે જેથી ઘરમાં ઘણી વખત દુર્ગંધ આવે છે અને અમુક વસ્તુઓ જમવા અને રાંધતા કે સમરતા ખૂબ જે તીવ્ર વાસ ઉતપન્ન કરે છે, તેને દૂર કરવી હોય અને જ્યારે વાત ઘરમાં આવતી દુર્ગંધની હોય ત્યારે વ્યક્તિઓની વહેંચણી ત્રણ કૅટેગરીમાં કરી શકાય છે. એક એવા લોકો જે ક્યાંય પણ જાય તો પોતાની સાથે લાવેલુ સુગંધિત સ્પ્રે તમારી નજર ચૂકવીને છાંટી દેશે અને પછી જ એ જગ્યાએ સમય ગાળશે. બીજા એવા જે એકશ્વાસે ઘરની બહાર નીકળી જશે અને બીજા લોકોની સામે તમારા ઘરને નીચું દેખાડવાનો એકેય ચાન્સ નહીં છોડે અને ત્રીજા એવા કે જે કોઈ પણ ફરિયાદ વગર તમારા ઘરમાં દિવસો કાઢી નાખશે અને તમને કંઈ કહેશે પણ નહીં. જોકે ખરેખર લોકોની ઇચ્છા તો એ જ હોય છે કે આવી ત્રણમાંથી એકેય બાબતનો સામનો ક્યારેય ન કરવો પડે.

41mzk52RPrL grande 1

ઘરને મહેકતું રાખવું દરેકને પસંદ હોય છે, પણ ઘરમાં નાનાં બાળકો હોય કે પછી અસ્થમા પેશન્ટ હોય તો બજારમાં મળતા કેમિકલયુક્ત રૂમ-ફ્રેશનર સ્પ્રેથી દૂર જ રહેવું પડે છે. એવામાં ઘરમાં જ રૂમ-ફ્રેશનર બનાવતાં આવડી જાય તો? ચાલો જાણીએ ઘેરબેઠા જાતે રૂમ-ફ્રેશનર બનાવવાની કેટલીક રીત.

muslin bags

(1) લેમન ઍર ફ્રેશનર
બે કપ ગરમ પાણી
થોડો બેકિંગ સોડા
અડધો કપ લીંબુનો રસ
વિનેગાર
થોડાં ટીપાં એસેન્શિયલ ઑઇલનાં
સ્પ્રે કરવા માટે બૉટલ
રીત
ગરમ પાણીમાં બેકિંગ સોડા ઓગાળો. એમાં લીંબુનો રસ મિક્સ કરો. મિશ્રણને બરાબર હલાવો અને સ્પ્રે બૉટલમાં રેડો. ત્યાર બાદ એમાં વિનેગાર અને તમારા ફેવરિટ એસેન્શિયલ ઑઇલનાં ટીપાં નાખી મિક્સ કરો અને રૂમ-ફ્રેશનર તરીકે સ્પ્રે કરો.

aid1086662 v4 900px Make Your Own Air Freshener Step 1(2) સ્પાઇસી સાંગ્રિલા
તજનો બારીક પાઉડર
લવિંગનો બારીક પાઉડર
સંતરાની છાલ
રીત 
ગરમ પાણીની પૅનમાં તજ અને લવિંગનો ભૂકો નાખો. એમાં સંતરાની છાલ ઉમેરો. ગૅસને બને એટલો ધીમો રાખો. આ મિશ્રણ જેમ-જેમ ઊકળશે એમ તમારા ઘરમાં એની સ્પાઇસી સુગંધ ફેલાતી જશે.

Make Your Own Air Freshener Step 5
(3) વૅનિલા સ્કાય
એક ચમચી વૅનિલા એસેન્સ
ઍલ્યુમિનિયમ ફૉઇલનો ટુકડો
રીત
અવનને ૩૫૦ ડિગ્રી ફૅરનહાઇટ પર પ્રી-હીટ કરો. ફૉઇલના નાના ટુકડાની કિનારીઓ વાળી દો અને ત્યાર બાદ એના પર વૅનિલા એસેન્સ રેડો. આ ફૉઇલને અવનમાં મૂકો. ત્યાર બાદ અવનને બંધ કરો અને એનો ડોર થોડો ખુલ્લો મ ૂકી દો. સુગંધ પ્રસરી જશે.
સેન્ટેડ વૉટર
૧૦ ટીપાં કોઈ પણ સેન્ટેડ તેલ
બે કપ પાણી
બે ટીપાં સુગંધ રહિત લિક્વિડ સોપ
જરૂર પ્રમાણે ફૂડ-કલર
રીત
તેલનાં ટીપાં કે પાણી સાથે મિક્સ કરો અને આ મિશ્રણને ગરમ કરો. આ મિશ્રણમાં બે ટીપાં સુગંધરહિત લિક્વિડ સોપનાં ઉમેરો. જો પાણીનો રંગ થોડો બદલવો હોય તો એમાં જોઈતા ફૂડ-કલરનાં ટીપાં ઉમેરો. આ પાણીને સ્પ્રે બૉટલમાં ભરીને સ્પ્રે કરો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.