આજના સમયમાં દરેક મહિલાઓને સુંદર વાળ ગમે છે. પણ આ ભાગદોડની જીંદગીમાં મહિલાઓ તેમના વાળની કાળજી લેવાનું ભૂલી જાય છે. જેના લીધે તેના વાળ બરડ અને વધારે પ્રમાણમા ખરવા લાગે છે. તેથી કરીને મહિલાઓ વિવિધ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટની મદદથી તેમના વાળ સુંદર અને સારા તો બને જ છે. પણ સમય જતાં-જતાં આની ખરાબ અસર તેમના વાળ પર દેખાય આવે છે. ઘણા લોકો તેમના વાળ ખરતા હોય તો તે સહન કરી શકતા નથી. કારણ કે વાળ તેમની સુંદરતા બમણી કરે છે એમ કહેવામાં કોઈ ખોટું નથી. જો તમે તમારા વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માંગો છો તો આ ટિપ્સ અપનાવો.
એલોવેરા જેલની મદદથી શેમ્પૂ બનાવો
એલોવેરા શેમ્પૂ બનાવવા માટેની સામગ્રી
- શેમ્પૂ
- 2 ચમચી એલોવેરા
- 1 ચમચી ગુલાબજળ
બનાવવાની રીત
વાળની સમસ્યાઓથી છુટકારો મેળવવા અને વાળને મજબૂત બનાવવા તેમજ ચમકદાર વાળ મેળવવા માટે તમે થોડી માત્રમાં શેમ્પૂ લો અને તેમાં 2 ચમચી એલોવેરા ઉમેરો. ત્યારબાદ તેમાં 1 ચમચી ગુલાબજળ પણ ઉમેરી શકો છો. આનું પેસ્ટ બનાવો. આ પેસ્ટ વાળ માટે પણ સારું રહે છે. આ બધું મિક્સ કરીને વાળમાં લગાવો.
એલોવેરા શેમ્પૂનો ઉપયોગ કેવી રીતે કરવો
આ બનાવેલા પેસ્ટને તમારા વાળમાં લગાવો તેમજ માથાની ચામડી અને વાળમાં હળવા હાથે મસાજ કરો. પછી વાળને સારી રીતે ધોઈ લો. આ ઉપાય તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. તમારા શેમ્પૂમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી તમારા વાળને ઘણા ફાયદા થાય છે. તે વાળને સંપૂર્ણ રીતે પોષણ આપે છે. તેમજ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ પણ વધારે છે અને વાળને મજબૂત બનાવે છે.
એલોવેરા શેમ્પૂ વાળમાં લગાવવાના ફાયદા
શેમ્પૂ અને એલોવેરાનું મિશ્રણ તમારા વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ અને ખોપરી ઉપરની ચામડીની અન્ય સમસ્યાઓ જેમ કે ખરબચડી તેમજ એલર્જી વગેરેમાંથી છુટકારો મેળવી શકાય છે. તે કુદરતી હેર કંડિશનર તરીકે કામ કરે છે. તે વાળને પોષણ આપે છે. સાથોસાથ વાળને મુલાયમ પણ રાખે છે. શેમ્પૂ અને એલોવેરાનું મિશ્રણ લગાવવાથી વાળ ખરતા ઘટાડી શકાય છે અને ખરાબ વાળ દૂર કરી શકાય છે. તે વાળને કુદરતી રીતે ચમક આપે છે. આ સિવાય તે વાળના સારા ગ્રોથમાં પણ મદદરૂપ બને છે.
વરસાદની ઋતુમાં વાળની સમસ્યા વધી જાય છે. વાળ ચીકણા અને શુષ્ક બને છે. આવી સ્થિતિમાં એલોવેરા શેમ્પૂનું આ મિશ્રણ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમે ઘરે જ એલોવેરા શેમ્પૂ પણ બનાવી શકો છો.