નાસ્તામાં રોજ કંઇક અવનવુ મળી જાય તો દિવસની શરુઆત ખુબ જ સરસ થાય છે એમાં નાના હોય કે મોટા સેન્ડવિચતો બધાની ફેવરીટ હોય છે તો ચાલો આજે આપણે ટ્રાય કરીએ ઇઝી ગ્રિલ્ડ સેન્ડવિચ…..
સામગ્રી :
– ૧૦ બ્રેડની સ્લાઇસ
– ૩ ટે સ્પુન બટર
– ૧ ડુંગળી અને ટમેટુ
– બાફેલા બટેકા
– કાપેલા મરચા
– ૧ કપ બાફેલા કોર્ન
– અડધો કપ ચીઝ
– ૧ ટે સ્પુન ટોમેટો સોસ
– ૨ ટે સ્પુન ચિલી સોસ
– ૧ કપ વ્હાઇટ સોસ
– મીઠુ અને સંચર સ્વાદ અનુસાર
રીત :
ડુંગળી, ટામેટા, બટાકા, લીલા મરચા, કોર્ન, ચીઝ, વ્હાઇટ સોસ, મીઠું અને સંચર બધુ જ મિક્સ કરી લો.
બ્રેડની સ્લાઇસને ટોસ્ટ કરી તેના પર એકબાજુ બટર લગાવી દો તેના પર વ્હાઇટ સોસ અને શાકભાજીનું મિશ્રણ ફેલાવો. ઉપરથી વધેલ ચીઝ ફેરવીને ટોમેટો, ચિલી સોસ નાખો. હવે થ્રી હિટ ઓવનમાં ૧૬૦ ડિગ્રી પર ગ્રીલ થવા મુકી દો. હવે ગરમ ગરમ સોસ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો.