ધોરણ ૬ થી ૮ સુધીના વર્ગો શરુ કરવા પણ માંગણી કરી

શહેરના વોર્ડ નં.૩ માં સંતોષી પ્રાથમીક શાળા નં.૯૮ નું તત્કાલ લોકાર્પણ કરવા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યું છે કે, વોર્ડ નં.૩ માં આવેલ શાળા નં.૯૮ સંતોષી પ્રાથમીક શાળા જે હાલ સંતોષીનગરમાં ભાડાના મકાનમાં ખુબજ ગીર જગ્યામાં ભૌભિક સુવિધાથી વંચીત બેસે છે.

આ શાળાનું નવું બિલ્ડીંગ નવ નિર્મિત થયેલ આવાસ યોજના પાસે તૈયાર થઇ ગયેલ છે. પરંતુ લોકાર્પણ કાર્યક્રમ ન યોજી શકવાના કારણે નગર પ્રાથમીક શિક્ષણ સમીતીને આ બિલ્ડીંગ આજ સુધી સોંપવામાં આવેલ નથી. ત્યારે નવું સત્ર શરુ થાય તે પહેલા નવું બીલ્ડીંગ સોંપાય જાય તે અંગેની કાર્યવાહી કરવી. તેમજ આ શાળામાં ધોરણ ૧ થી પ ના વર્ગો ચાલે છે. હાલની પરિસ્થિતિ અને વિકસીત થઇ રહેલા વિસ્તારને ઘ્યાને લઇ ખરેખર આ વિસ્તારમાં એક નવી જ શાળાની જરુરીયાત છે પરંતુ હાલના તબકકે શિક્ષણ નિયામક શ્રી ગુજરાત રાજય તરફથી  આ શાળામાં ક્રમશ: વર્ગ વધારે આપવાના બદલે સ્થળ સ્થિતિ અને વિસ્તારને ઘ્યાને લઇ ધોરણ ૬ થી ૮ ની સળંગ મંજુરી આપીદેવી જોઇએ. રાજય સરકારના શિક્ષણ વિભાગનાં નિયમો પ્રમાણે આ શાળામાં ભૌતિક વ્યવસ્થા ઉપલબ્ધ હોય જે ઘ્યાને લઇ જુન-જુલાઇ થી શરુ થઇ રહેલા નવા સત્રમાં જ સ્પેશ્યલ કેસમાં આ મંજુરી મળી જાય તે બાબતે રાજય સરકાર કક્ષાએથી યોગ્ય કરવા રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.