પાસ્તા કોને નથી ભાવતા બોલો….રંગબેરંગી શીમલામીર્ચ અને ચીઝી પાસ્તાનો સુમેળ કરી બાળકો માટે નાસ્તામાં બનાવો ફટાફટ પાસ્તા…..
સામગ્રી :
પાસ્તા – ૧૦૦ ગ્રામ ઉકાળેલાં
શીમલમીર્ચ – ૧ સુધારેલી
ટમેટું – ૧ સુધારેલું
લસણ, આદુ અને મરચાની પેસ્ટ
ડુંગળી – ૧ જીણી સમારેલી
નુડલ્સ મસાલા
ઘી/ તેલ – ૨ ચમચી
મીઠુ સ્વાદ મુજબ અને ગાર્નિશીંગ માટે કોથમીર
સૌ પ્રથમ એક કડાઇ તેલ અથવા ઘીને ગરમ કરી તેમાં લસણ, આદુ, મરચાની પેસ્ટ ઉમેરો, સાથે-સાથે ડુંગળી પણ નાંખો, અને ધીમાં તાપી આછા ભૂરારંગની થાય ત્યાં સુધી રહેવા દો. હવે તેમાં શીમલામીર્ચ અને ટમેટુ નાંખો અને મિક્સ કરો. તે મિશ્રણને બે-ત્રણ મિનિટ સુધી પાકવા દો. ખાસ ધ્યાન રાખવું કે શીમલા મીર્ચ અધ કચરું જ પાકે . હવે તેમાં ઉકાળેલાં પાસ્તા નાખી, મીઠુ અને નુડલ્સ મસાલો ઉમેરો. અને તેને એક રસ રીતે મિક્સ કરો આટલું કર્યા બાદ તેને એક પ્લેટમાં કાઢી જીણી સમારેલી કોથમીરથી ગાર્નિશીંગ કરો અને તૈયાર છે. તમારા ફટાફટ શીમલામીર્ચ પાસ્તા.
નોંધ : આ પાસ્તામાં તમે ચીઝ પણ ઉમેરી શકો છો…….