જીવનમાં સૌને એક સહારાની જરૂર હોય છે. સહારો એ માત્ર મિત્ર કે મા-બાપનો નથી હોતો પણ જે પણ પોતાને પોતાના કરતા કંઈક અલગ વ્યક્તિત્વ દોરી બતાવે એ એક ગુરૂ છે. ગુરૂ એ કોઈ વ્યક્તિ પણ હોય શકે કોઈ વસ્તુ પણ હોય શકે કે પછી કુદરતનો કોઈ અંશ પણ હોય શકે. વ્યક્તિમાં ગુરૂ તત્ત્વ ત્યારે જાગે જ્યારે તેને પોતાના મનને પોતાના ધ્યેયથી જોડી દીધું હોય અને તેને પોતાનામાં કંઈક વિશિષ્ઠ નજરે પડે અથવા કોઈ તેને તે બાબતે ધ્યાન દોરે. જીવનમાં દરેક વસ્તુ આવતા જ તે વ્યક્તિને થોડા અંશે બદલી નાખે છે. સાથે જ તે વ્યક્તિમાં જાણે પોતાનો અંશ જોડી દીધો હોય તેવી રીતે જોડાય જાય છે. એક નજીવી વસ્તુ કે બાબત જીવનમાં કંઈ પણ મેળવવા માટે એક જીવન દિશા દોરવાનું કામ કરે છે. એક પેન જીવનમાં આમ તો કશું જ કિંમત નથી આકતી પણ તે જીવનમાં એટલું જરૂર સમજાવી દે છે કે માત્ર બાહ્ય દેખાવથી જ તેના જીવનનું મુલ્ય નથી હોતું પણ જ્યારે તેને ખરીદવામાં આવે તો હંમેશા તેની ચકાસણી તેની સરળતા ઉપર સાથે જ તેના શાહીના રંગ પરી થાય છે. ગુરૂ જીવનમાં આ પેન સમાન છે. તે વિધ્યાર્થી ને અને વ્યક્તિને તેનામાં રહેલી સરળતા અને આવડત તે બહાર લાવવાની હરહંમેશા કોશીષ કરતા રહે છે, અને પોતાના થકી નિષ્ક્રીય પ્રયાસો વડે એક અનોખું વ્યક્તિત્વનું સર્જન કરે છે. જીવન જીવવામાં કુદરત એક સૌથી મોટો શિક્ષક માર્ગદર્શક અને કારકિર્દીદર્શક છે. કારણ કુદરત હંમેશા જીવનમાં હોય તેના કરતા વધુ બીજાને આપતા શીખવે છે, સમજાય તેના કરતા વધુ સમજતા શીખવે છે, યાદ રાખવા કરતા ભુલતા શીખવે છે. જીવનમાં હંમેશા કોઈ પણ વ્યક્તિએ તેના જીવનને પહોંચાડવું હોય તો એક ગુરૂ ને હંમેશા મનમાં કેન્દ્રીત રાખવા જોઈએ પછી ચાહે મન કે હૃદય કેમ ના હોય ? હૃદય અને મન બંન્નેને જો જીવનમાં એક ગુરૂ તરીકે સ્વીકારી લઈએ તો મન વિચારે તે મેળવી શકે અને હૃદય સમજાવે તેમ સમજી શકીએ. આથી સંબંધોમાં જીવનમાં અને વિચારોમાં વ્યક્તિનો એક અદભૂત પરીચય ગરૂ તત્ત્વ થકી જ શક્ય બની શકે છે. આથી જીવનમાં ગુરૂને સમજવા અને તેની સલાહને માનવાથી વિધ્યાર્થી અવા વ્યક્તિ પોતાના ગુરૂને કંઈક ગુરૂ દર્ક્ષિણા આપી પોતાની ઓળખ અને ધારેલા સ્થાને પહોંચી સથે જ જીવનમાં જીવનનો સાર મેળવી તેમને ભેટ આપી શકે છે. ગુરૂ એ જીવનનું એક અજોડ પ્રતિક છે, જે જીવનને પોતાના માર્ગદર્શન વડે પોતાના વિધ્યાર્થી ના જીવનને એક અદભૂત રીતે દોરી અને પોંચાડી પોતાના જ્ઞાન અને આવડતના પુરાવાથી જીવન અવિસ્મરણીય માર્ગ તરફ લઈ જાય છે. આી ગુરૂ એ સર્વ માટે સદાય શીરોમાન્ય ગણાય છે.
જો ગુરૂને ટૂંકમાં સમજ્યે તો એ એક અખૂટ ભંડાર છે. જેમાં ગુરૂતત્વ રહેલો છે. સ્નેહ છુપાયેલો છે. સંઘર્ષ સમાયેલો છે. માનવતા દર્શાવેલી છે અને જીવન કંડારલ છે. એક વિધ્યાર્થી એક વ્યક્તિ સુધીની આ સફર ગુરૂ જ શ્રેષ્ઠ બનાવી દે છે. “જીવનમાં છે જો ગુરૂ તો જીવન તમારૂ છે ઉજળુ”