ગાયત્રીબા વાઘેલા દ્વારા શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિર્દ્યાથીઓને નોટબુકો અપાય
નગર પ્રામિક શિક્ષણ સમિતિ આયોજિત શાળા પ્રવેશ ઉત્સવમાં બે દિવસના કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં.૩માં આવેલ ૧૦ (દસ) પ્રામિક શાળાઓ તેમજ ૧ (એક) હાઈસ્કુલનાં બાળકોના નવા વર્ષમાં પ્રવેશ અંગેના યોજાયેલા કાર્યક્રમમાં “એકના રાનડે હાઈસ્કૂલ, “ઠક્કરબાપા પ્રા.શાળાના નં.૨૬ તેમજ ઐતિહાસિક “બાવાજીરાજ પ્રા.શાળા નં.૪ના પ્રવેશ કાર્યક્રમ ગાયત્રીબા વાઘેલાનાં અધ્યક્ષ સને યોજવામાં આવ્યો હતો. તેમજ નવા પ્રવેશ મેળવનાર વિર્દ્યાીઓને ગાયત્રીબા વાઘેલા દ્વારા નોટબુકો આપવામાં આવી હતી. શાળાનાં બાળકો દ્વારા દેશભક્તિના ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ બાળકોએ પોતે તૈયાર કરેલ પ્રદર્શન મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહ્યાં હતા. ખાસ કરીને રાજય સરકાર દ્વારા સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાયેલ વિજ્ઞાન મેળામાં અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર “એકના રાનડે વિદ્યાલયનાં બાળકો તેમજ શિક્ષીકા બહેનનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગાયત્રીબા વાઘેલા દ્વારા બાળકોને નિયમિત શાળાએ હાજર રહેવા અને શિક્ષકો દ્વારા જે શૈક્ષણિક જ્ઞાન આપવામાં આવે તેને જીવનમાં ઉતારવા તેમજ શૈક્ષણિક સિધ્ધિ કી પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરવા જણાવેલ હતું. ઉપસ્તિ વાલીઓને પણ જણાવેલ કે તમારું બાળક શાળાએથી શું શીખીને આવ્યું તે થોડો સમય કાઢી બાળક સાથે ચર્ચા કરવી તેમજ ઘરમાં પણ બાળકને ઉત્તમ શિક્ષણને સારા સંસ્કાર મળે તે પ્રકારનું વાતાવરણ રાખવું જોઈએ અને શાળાનાં શિક્ષકોએ પણ પોતે દેશની ભાવિ પેઢીના ઘડતરની જવાબદારી વહન કરતાં હોય ત્યારે બાળકમાં રહેલી શક્તિને ઓળખી તેને યોગ્ય દિશામાં વાળી દેશના ઉત્તમ નાગરિકો તૈયાર થાય તેવી જવાબદારી અદા કરવી જોઈએ.
આ કાર્યક્રમમમાં વિસ્તારના કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા, યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા, એસ.એમ.સી.ના અધ્યક્ષો, બોલબાલા ટ્રસ્ટના પ્રતિનિધિઓ, દાતાશ્રીઓ, વલ્લભભાઈ વાડોલીયા, કિશોરભાઈ મણીયાર, વિજયભાઈ કોશિયા, મનસુખભાઈ ધંધુકીયા, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠક્કર વિગેરે ઉપસ્તિ રહ્યાં હતા.