આરોગ્યવર્ધક ચીકી,બોર, જીંજરા, શેરડી લેવા પડાપડી: ડી.જે.પર હનુમાનચાલીસા વગાડવા ભારે ઉત્સાહ

મકરસંક્રાંતિ પર લોકો ધૂમ મચાવવા અને મોજમજા કરવા તૈયાર થઈ ગયા છે,રાજકોટની બજારોમાં રોનક છવાઈ ગઈ છે.લોકો મકરસંક્રાંતિ ને ઉજવવા માટે પતંગ, દોરો, ચીકી, બોર, જીંજરા, શેરડી વગેરે લેવા પડાપડી કરી રહ્યા છે.

મકરસંક્રાંતિનો તહેવાર લોકો પહેલેથી જ ધામધૂમથી ઉજવે છે અને ખાસ આ વખતે શનિ અને રવિ એમ બે દિવસ આ તહેવારને ઉજવવા મળ્યા છે જેને લઈને રાજકોટવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ તહેવારને આ બે દિવસ ભરપૂર રીતે માની લેવા રાજકોટવાસીઓ સજજ થઈ ગયા છે.ગત વર્ષ કરતાં આ વર્ષે થોડો ભાવ વધારો પણ બધી વસ્તુઓમાં ભાવવધારો જોવા મળી રહ્યો છે પરંતુ રંગીલા રાજકોટવાસીઓને આ ભાવવધારાની કોઈ અસર જોવા મળી રહી નથી. બજારોમાં ભારે ભીડ હાલ જોવા મળી રહી છે

DSC 4811

લોકો પતંગ,દોરો,ચીકી,બોર,જીંજરા,શેરડી બાળકો માટે અલગ અલગ પ્રકારના માસ્ક વગેરે લેવા પડાપડી કરી રહ્યા છે. હોલસેલ દોરો પાવનાર વેપારીઓને ત્યાં પણ છૂટક ગ્રાહકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. કાચા દોરા ની રીલમાં 40% ભાવ વધારો હોવા છતાં પણ લોકો ત્યાં પોતે ખરીદીને અથવા તો ત્યાં જ મળતી કાચા દોરા ની રિલના પહેલેથી જ રૂપિયા આપીને પોતાનો દોરો બનાવી આપવાનું કહી રહ્યા છે.

બજારમાં હાલ 6 તાર,9 તાર,12 તાર અને 16 તારની દોરીઓ હાજરમાં છે.તારની વાત કરીએ તો 6 તાર ખેંચ માટે 9 તાર ખેંચ અને ઢીલ બંને માટે અને 12 તાર અને 16 તાર એ ઢીલ માટે વપરાય છે. હાલ બજારમાં 9 તારીખ ની દોરી ની માંગ વધુ છે કારણ કે તે ખેંચ અને ઢીલ બંને માટે વપરાય છે.DSC 4806

મકરસંક્રાંતિ પર સવારથી જ ધાબાપર ચઢી પતંગરસિયાઓ પૂરતી મોજ તો માણતાજ હોય છે સાથોસાથ ચીકી,બોર,જીંજરા,શેરડી વગેરેની મજા પણ માણતા હોય છે.આ વખતે લોકોમાં આ સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવાની થોડી નિરસતા હોય એવું લાગી રહ્યું છે.વેપારીને પૂછતાં તેમને જણાવ્યું કે આ વખતે ઓછું વેચાણ થયું છે પરંતુ રાત્રિથી વેચાણ વધુ થાય એવી આશા છે.બોરમાં અલગ અલગ અનેક પ્રજાતિઓ આવે છે જેમ કે ગોલબોર,ચમેલીબોર, એપલબોર,અજમેરીબોર અને શેરડી પણ કાળી અને લિલી એમ બે પ્રકારની આવે છે.હાલ બોરમાં તેજી જોવા મળી રહી છે બીજી વસ્તુઓમાં હાલ નરમી છે.હાલ લોકોને બહારનું અને ખાસ કરીને જંકફૂડ ખાવામાં રસ વધારે પડતો હોય છે પરંતુ જે શરીર માટે પૌષ્ટિક અને આરોગ્યવર્ધક છે તેવી વસ્તુઓને આરોગવામાં હાલ લોકો ખચકાટ અનુભવે છે.

રંગીલા રાજકોટવાસીઓ મકરસંક્રાંતિને ઉજવવા આતુર : વિજયભાઈ ડોડીયા

વિજયભાઈ ડોડીયા એ અબતકને જણાવ્યું કે તે કઈ પ્રકારે આ મકરસંક્રાંતિને ઉજવવા જઈ રહ્યા છે,સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિનું મહત્વ વધુ હોય છે ખાસ આ વખતે શનિ અને રવિ એમ બે દિવસ મકરસંક્રાંતિ ઉજવવાનું સમય મળ્યો છે જેથી રાજકોટવાસીઓ ખૂબ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી આ તહેવાર ઉજવવાના છે.પતંગ ચગાવવાની સાથોસાથ ખાસ કરીને આ વખતે અમે ડીજે ના તાલે આનંદ માણવાના છીએ, જીંજરા, શેરડી, બોર, તલની લાડુડી, તલની ચીકી, ગોળની લાડુડી વગેરે વસ્તુઓ પણ અમે આરોગવાના છીએ અને અમારા બાળકોને પણ આપીશું.ખાસ આ વખતે એક વોટ્સઅપગ્રુપમાં મેસેજ ફરે છે સાંજે 7 વાગ્યે હનુમાન ચાલીસા બધાએ વગાડવી તેને લઈને મને ખૂબ ઉત્સાહ છે આ કરવાથી ધર્મ પ્રત્યે વધુને વધુ આપણે જાગૃતિ લઈ આવીએ.

બોરના વેચાણમાં હાલ તેજી જોવા મળી રહી છે,બીજી વસ્તુઓમાં હાલ નરમી છે : ઋષિ કોટક

બોર,જીંજરા અને શેરડીના વેપારી ઋષિ કોટક મીડિયાને જણાવે છે કે,આ વખતે મકરસંક્રાંતિનો માહોલ જામ્યો છે પરંતુ બોર,જીંજરા,શેરડી વગેરેના વેચાણ ઓછા પ્રમાણમાં થઈ રહ્યા છે.અત્યાર સુધીમાં વેપાર ઓછો થયો છે, સાંજે અને આવતીકાલ એટલે મકરસંક્રાંતિના દિવસે ગ્રાહકોનો ઘસારો થાય એવી આશા છે.બોરમાં અલગ અલગ અનેક પ્રજાતિઓ આવે છે જેમ કે ગોલબોર,ચમેલીબોર, એપલબોર,અજમેરીબોર અને શેરડી પણ કાળી અને લિલી એમ બે પ્રકારની આવે છે.હાલ બોરમાં તેજી જોવા મળી રહી છે બીજી વસ્તુઓમાં હાલ નરમી છે.હાલ લોકોને બહારનું અને ખાસ કરીને જંકફૂડ ખાવામાં રસ વધારે પડતો હોય છે પરંતુ જે શરીર માટે પૌષ્ટિક અને આરોગ્યવર્ધક છે તેવી વસ્તુઓને આરોગવામાં હાલ લોકો ખચકાટ અનુભવે છે.

અમારે ત્યાં ગ્રાહકો ની માંગ લાઈવ ચિકીની વધારે હોય છે : ધીરુભાઈ

અબતક સાથેની ખાસ વાતચીતમાં વિમલ નમકીન ધીરુભાઈ જણાવે છે કે,છેલ્લા 15 વર્ષથી અમે ચીકી બનાવવાના ક્ષેત્રે સંકળાયેલા છીએ મગફળી કાળા તલ સફેદ તલ દાળિયા વગેરે પ્રકારની વિડીયો અમે બનાવીએ છીએ ખાસ કરીને શિયાળામાં સ્વાસ્થ્ય માટે સારી અને શક્તિ પ્રદાન કરતી કાળા તલની ચીકી વેચાણ અમે વધુ કરીએ છીએ. ગત વર્ષ કરતાં આ વર્ષે સામાન્ય ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અમારે ત્યાં ગ્રાહકો ની માંગ લાઈવ ચિકીની વધારે હોય છે જેમાં અમે તલ મગફળી અને તેની સાથે ટોપરાનું ખમણ મિક્સ કરી એક મનમોજી નામની ચિકી તૈયાર કરીએ છીએ જેની હાલ માંગ વધુ છે આસપાસના ગામ તેમજ શહેરોમાંથી પણ અમારે ત્યાં વર્ષોથી ગ્રાહકો આવે છે.

ભાવવધારની અસર રંગીલા રાજકોટવાસીઓમાં જોવા મળતી નથી: કૌશિક વાડોલીયા

અબતક મીડિયા સાથેની વાતચીતમાં કૌશિકભાઈ વાડોલીયા જણાવે છે કે,અમે છેલ્લા દસ વર્ષથી દોરી આવવાનું કામ કરીએ છીએ ગત વર્ષ કરતા આ વર્ષે કાચા દોરા ની રીલમાં 40% જેટલો ભાવ વધારો આવ્યો છે.ભાવવધારો હોવા છતાં પણ રંગીલા રાજકોટવાસીઓને ભાવ વધારાની હાલ અસર હોય એવું લાગી રહ્યું નથી ગત વર્ષ જેટલા ગ્રાહકો અમારી પાસે આવતા તેનાથી વધુ આ વખતે વેચાણ થઈ રહ્યું છે અને દર વર્ષે ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલ દોરી ખેંચવાના શોખીનો અમારી પાસેથી 9 તારની દોરીની ખરીદી વધુ કરે છે. છેલ્લા બે માસથી અમે દોરી આવવાનું કામ શરૂ કરી દીધું છે અને હાલ સુધીમાં અમારે ત્યાં તો પૂર્ણ થઈ જાય ત્યાં સુધીની ખરીદી થઈ ચૂકી છે.અમે મોટાભાગે હોલસેલનો કામ કરીએ છીએ પરંતુ તમારી પાસે છૂટક ગ્રાહકોનો પણ હાલ ઘસારો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.