માર્કેટની અંદર ઓટોમેટીક દોરો લપેટાઇ તે માટેની સ્વીચ વાળી ફીરકી: દોરામાં રૂપિયા 200 થી લઈને 2000 થી વધુ ના કિંમતના દોરા બજારમાં ઉપલબ્ધ
- રિપોર્ટર: જીજ્ઞેશ ખોખર
- તસવીર: દર્શન વાડોલીયા હર્ષ જીંજુવાડીયા
રાજકોટ માં પતંગ દોરાને લઈને વેપારીઓમાં તૈયારી શરૂ થાઈ ગઈ છે. ત્યારે ત્યારે રાજકોટની જૂની અને જાણીતી પતંગ દોરા માટેની બજાર એટલે કે સદર બજારના વેપારીઓ દ્વારા અને મોટી માત્રામાં પતંગ અને દોરાનો જથ્થો જોવા મળ્યો, ત્યારે માર્કેટની અંદર ઓટોમેટીક દોરો લપેટાઇ તે માટેની સ્વીચ વાળી ફીરકી પણ જોવા મળે અને હર વરસની જેમ આ વર્ષે પણ સાંકળ આઠ દોરો છે તે લોક ફેવરેટ રહ્યો હતો, અને બાળકો માટે જે ઢીલનો દોરો છે તે તો સદીયો ફેવરિટ જ રહેલો છે, બાળકો માટે કાર્ટૂનની પતંગ અને એ જ રીતે મોટા લોકો માટે પતંગ અને રોકેટ મોસ્ટ ફેવરેટ રહ્યા હતા, ત્યારે હર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકો માટે ગેસના ફુગ્ગા તથા અલગ અલગ અવાજ કરતા રમકડાઓ પણ જોવા મળ્યા હતા અને જમ્બો પતંગ માર્કેટમાં જોવા પણ મળી હતી અને સુરતી દોરો ખુબ સારી પ્રમાણ માં વેપારીઓએ સ્ટોક કર્યો હતો.
રૂ.100થી શરૂ કરી 2,000 સુધીની દોર હાલ બજારમાં ઉપલબ્ધ: આવેદ ભાઇ
અબતક સાથેની વાતચીત દરમિયાન આવેદ ભાઇ એ જણાવ્યું હતું કે,છેલ્લા 15 વર્ષથી પતંગ દોરવાનું વેચાણ કરી રહ્યા છીએ. ફિરકી ની અંદર મેદાની દોર અત્યારે ખૂબ જ સ્ટોક કરીને રાખ્યો છે. મેદાની પતંગનો પણ ખૂબ જ સ્ટોક કરીને રાખ્યો છે જે ટુર્નામેન્ટમાં પણ ઉપયોગ થાય છે. તે સિવાય ખંભાતની પતંગ નડિયાદની પતંગ જેવી અલગ અલગ વેરાયટીઓનો ખૂબ જ સરસ સ્ટોક ઉપલબ્ધ છે. 100 રૂપિયા થી શરૂ કરી અને ₹2,000 સુધીની દોર અહીં રાખવામાં આવી છે. ત્યારે પતંગ ની અંદર પણ 1 રૂપિયા થયા ₹50 સુધીની પતંગ નો ખુબ જ સરસ સ્ટોક કરીને રાખ્યો છે.\
પતંગો અને ફીરકીનો મોટા પ્રમાણમાં જથ્થાનો સ્ટોક કરવામાં આવ્યો છે: દુકાનદાર સાગર ભાઇ
અબતક સાથે ની વાતચીત દરમિયાન સાગર ભાઇ એ જણાવ્યું હતું કે,પતંગો માં અને ફીરકી નો પતંગરસિકો દ્વારા હાલ દોરી-પતંગની ખરીદી તેમજ માંજો પીવડાવવાની તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે. ગ્રાહકોની માંગને પહોંચી વળવા પતંગ-દોરીના વેપારીઓ દ્વારા જયપુરી તેમજ ખંભાતી સહિત વિવિધ પ્રકારની નીત-નવી અને ભાત-ભાતની પતંગો બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે.
પર્વ નજીક આવતા ગ્રાહકો દ્વારા ખરીદી તેજ કરાશે. હાલ બજારમાં પર્વને અનુરૂપ વિવિધ પ્રકારના માસ્ક, ટોપી, પીપુડા, ચશ્મા સહિતની વસ્તુઓ પણ વેપારીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દોરી-પતંગના ભાવમાં 10થી 20 ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે.
આ અંગે સીઝનલ વેપાર કરતા સાગર ભાઈ જણાવ્યું હતું કે રો-મટીરીયલના ભાવોમાં વધારો થતા તેની સીધી અસર પતંગોના ભાવ ઉપર પડી છે. પતંગ તેમજ દોરીના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ સારી ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
45 વર્ષથી સદર બજાર માં પતંગ દોરાનું વેચાણ કરી રહ્યા છે: હિતેશભાઈ
અબતક સાથેની વાતચીત દરમિયાન હિતેશભાઈ જણાવ્યું હતું કે, 45 વર્ષથી અમે સદર બજાર ની અંદર પતંગ દોરાનું વેચાણ કરી રહ્યા છીએ. નાના અને મોટા લોકો ઉડાડી શકે તેવી વિશાળ રેન્જમાં પતંગ ઉપલબ્ધ છે. ફીરકીમાં ગ્લેન્ડર નામને ફીરકી છે જે ખૂબ જ સારી પ્રમાણમાં દર વર્ષે વેચાણ થાય છે તેમનો પણ ખૂબ ભરપૂર પ્રમાણમાં સ્ટોક કરવામાં આવ્યો છે. બાળકો માટે કાર્ટૂન વાળી પણ અવનવી વેરાયટીઓ પતંગ ની અંદર રાખવામાં આવી છે. ખંભાત થી માંડી અને જયપુર બરેલી સુધીની પ્રખ્યાત પતંગો અહીં ઉપલબ્ધ છે. પતંગ ની અંદર 20 રૂપિયાથી માન્ય દોઢસો રૂપિયા સુધીની પતંગ રાખવામાં આવે છે. પ્લાસ્ટિકમાં કાગળમાં અને કાપડ માં એમ વિશાળ પતંગો રાખવામાં આવી છે. જેમ ઉતરાયણ નજીક આવતી જય છે તેમ ઘરાકી માહોલ ખુબ જ સારી પ્રમાણમાં જોવા મળી રાહ્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી દોરો પાવાનું કામ કરવામાં છે: મિથુનભાઇ
અબતક સાથે ની વાતચીત દરમિયાન મિથુન ભાઇ એ જણાવ્યું હતું કે, દોરી ખરીદતી વખતે દોરી કેટલા તારની છે જાણવાની પણ ટેકનીક વિકસાવી છે. કહેવું છે કે દોરીના બંને છેડા પાણીમાં પલાળી દઈ તે બંને છેડા પાસે ગાંઠ લગાવી દેવાની, અને પછી તે દોરીનો એક છેડો દાંત વચ્ચે દબાવી અને બીજા છેડાને હાથમાં ફીટ પકડી રાખી આંગળી વડે તે દોરીને જણજણાટી આપવાથી ગાંઠ પાસેના બંને છેડાના તાર છુટા પડી જશે, અને દોરી કેટલા તારની છે તે આસાનીથી ખબર પડી જશે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રાજકોટના મકરસંક્રાંતિ નિમિત્તે દોરો પાવા નું કામ કરે છે ત્યારે તેમના દોરા ની સ્પેશિયાલિટી વિશે એમને જણાવ્યું હતું કે તેઓ જે કાચ છે તે થી એક સ્પેશિયલ જૂની પદ્ધતિ પ્રમાણે ની બોટલ દ્વારા ખાંડી અને કાચ બનાવી અને દોરાને રંગ કરવામાં આવે છે જેથી દોરો છે તે બહુ પાકો દોરો બને અને મિથુનભાઈ નો દોરો લોકપ્રિય થઈ ચૂક્યો છે.