રાજકોટમાં 373, ભાવનગરમાં 255, જામનગરમાં 93 અને જૂનાગઢમાં 52 કોરોના સંક્રમિત: કચ્છમાં પણ કોરોના કહેર: 101 પોઝિટિવ કેસ
અબતક-રાજકોટ
સૌરાષ્ટ્રમાં કોરોના જાણે કોલ્ડવેવની જેમ વધી રહ્યો હોય તેમ પોઝિટિવ કેસનો આંક હવે 1000ને પાર પહોંચ્યા છે. જેમાં ગઈ કાલે મકરસંક્રાંતિ પર કોરોનાનો પણ પતંગ ચગ્યો છે. એક દિવસમાં કોરોનામાં 1086 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટનગર સમા રાજકોટ શહેરમાં જ વધુ 296 કેસ પોઝિટિવ નોંધાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 77 લોકો કોરોના સંક્રમિત થયા છે.સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે જ કોરોનાનો પણ પતંગ ચગ્યો છે. એક દિવસમાં 1000થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે પરંતુ કોઈ પણ દર્દીનું મોત ન થતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવતા શહેરમાં 296 અને ગ્રામ્યમાં 77 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ શહેરમાં હાલ 1987 એક્ટિવ કેસ છે જ્યારે ગઈ કાલે 224 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 504 પર પહોંચી છે. તો 13 દર્દીએ વાયરસને મ્હાત આપી છે.તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ફુફાળો મારી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં શહેરમાં 225 અને ગ્રામ્ય વિસ્તારમાં 30 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો જામનગરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જામનગર સિટીમાં 79 અને ગ્રામ્યમાં 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 49 અને ગ્રામ્યમાં 3 નવા દર્દીઓ નોંધાયા છે.
બીજી તરફ કચ્છ પંથકમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. ગઈ કાલે એક દિવસમાં વધુ 101 કેસ પોઝિટિવ આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના 56 કેસ, અમરેલી જિલ્લામાં 44, મોરબીમાં 38, સુરેન્દ્રનગરમાં 27, દેવભૂમિ દ્વારકામાં 24 અને પોરબંદરમાં 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે પરંતુ મૃત્યુદર નહિવત રહ્યો છે.
જામનગર: કલેકટર અને જિલ્લા પંચાયત પ્રમુખ કોરોના સંક્રમિત
જામનગરમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફ્રન્ટલાઈન વર્કર્સઓને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થયું છે. ટીકરે ગઈ કાલે જામનગર પંથકમાં કુલ 93 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી પણ કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ નિષ્ણાતોની સલાહ હેઠળ તેઓ સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પંચાયત પ્રમુખે તમામ લોકો સંપર્ક આવેલા હોય તેવાને કોરોનો રિપોર્ટ કરવા આહવાન કર્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ તબીયતની હાલ તબિયત સારી છે. તેઓ તેમના નિવાસ સ્થાને હોમ કોરટાઈન થયા છે.