આંધ્રપ્રદેશના વિજયનગરમમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પર રોકાઈ ગઈ હતી . જો કે, તે જ સમયે આવી રહેલી એક્સપ્રેસ ટ્રેન પાછળથી રાયગઢ ટ્રેન સાથે અથડાઈ હતી. જેમાં લોકોના મોત થયા છે .
આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કોઠાવલસા ડિવિઝનમાં અલામંદા-કંથાકપલ્લી ખાતે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. વિશાખાપટ્ટનમ-રાયગઢ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી. રાયગઢ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
પ્રધાનમંત્રીએ આ ઘટના અંગે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. અને રાહત સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. PM મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની કરી સમીક્ષા, સાથે PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય રાશિ કરી જાહેર .