ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 50થી વધુ લોકોના મોત અને 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટના સ્થળે દોડધામ મચી હતી. હાલ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી અથડાયા હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર 50 લોકોના મોત, 350થી વધુ ઘાયલ થયા છે.
બચાવ કામગીરી માટે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બંને ટ્રેનોની ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના કેટલાય ડબ્બા માલગાડી ટ્રેન પર ચઢી ગયા હતા.
આ ગોઝારા અકસ્માતને પગલે રેલવે મંત્રાલયે મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોને 10-10 લાખનું વળતર આપવામાં આવશે.