Hathras Stampede Accident UP : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં મહિલાઓ અને બાળકો સહિત 35 થી વધુ લોકોના મોત થયા છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત રતિભાનપુરમાં થયો હતો.
Hathras Stampede Accident : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સત્સંગ ચાલી રહ્યો હતો ત્યાં ભાગદોડ મચી ગઈ. આ ઘટના હાથરસના રતિભાનપુર વિસ્તારમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન ભાગદોડ મચી ગઈ. ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને ઈટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ભાગદોડમાં ઘણી મહિલાઓ અને બાળકો લકોના પગ નીચે કચડાઈ ગયા હતા, જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ અકસ્માતની નોંધ લીધી છે.
ઇટાના એસએસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ ઘટના હાથરસ જિલ્લાના સિકંદરરાવ શહેરમાં બની હતી. તેણે પોતે જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 મૃતદેહો ઇટા હોસ્પિટલમાં આવી છે, જેમાંથી 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષ છે. ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.