ઓછો વરસાદ હોવા છતાં પણ જીરું અનેવરિયાળીનું સારું ઉત્પાદન થતા ખેડૂતો ખુશખુશાલ
સુરેન્દ્રનગર જીલ્લા મા ગત વર્ષે ચોમાસુ ખૂબ નબળું રહ્યુ હતુ ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા અતિ ઓછો વરસાદ પડ્યો હતો ત્યારે જીલ્લા મા ઓછો વરસાદ એ ખેડૂતો માટે ખૂબ ચિંતા નો વિષય બની ગયો હતો.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખેડૂતો દવારા મોટા પાયે વરિયાળી અને જીરા નું વાવેતર કરવા મા આવીયુ હતું.
ત્યારે ઝાલાવાડ પંથક મા કેનાલો ના પાણી અને ભોગાવો નદી નાં પાણી ના કારણે ખેડૂતો ને સમયાંતરે પિયત માટે પાણી સરલતા થી મળી જતું હોવા નાં કારણે ઝાલાવાડ પંથક મા આ ચાલુ વરસે ખૂબ સારું એવું વરિયાળી અને જીરા નું વાવેતર ખેડૂતો દવારા કરવા મા આવિયું હતું.
ત્યારે શિયાળા મા ઝાલાવાડ પંથક મા ખૂબ સારી એવી ઠંડી પડી જેના કારણે જીરા અને વરિયાળી ના ઉત્પાદન મા ખેડૂત ને વધુ ફાયદો થયો ત્યારે ઝાલાવાડ પંથકમાં થી પસાર થતી નર્મદા કેનાલમાં તંત્ર દ્વારા પાણી આપવા મા આવ્યું અને તેના કારણે ખેડૂતો માટે આ મોળું વર્ષ પણ સારું બની ગયું
ત્યારે સુરેન્દ્રનગર પંથક ના વઢવાણ તાલુકા મા આ વરસે ખૂબ સારું એવું જીરા અને વરિયાળી નું ઉત્પાદન થયું છે ત્યારે આ સપ્તાહ થી ખેડૂતો એ વાવેલા જીરા નું ખલું કરવા આવી રહ્યુ છે.ત્યારે હાલ સુરેન્દ્રનગર પંથક મા વરિયાળી નો પાક પણ ખૂબ સારો એવો થવા નાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
ત્યારે ઝાલાવાડ પંથકમાં જીરું અને વરિયાળી નું મબલક ઉત્પાદન આવ્યું હોવા થી ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે