શાહી વરઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો: પ્રસંગમાં અનેક મહાનુભાવો રહ્યાં ખાસ હાજર
સમૂહ લગ્નનું અબતક ચેનલ તથા ડિજિટલ માધ્યમથી લાઈવ પ્રસારણ એક લાખથી વધુ લોકોએ નિહાળ્યું
સતવારા જ્ઞાતિ મંડળ દ્વારા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે સમાજની ૨૫ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રાજમાર્ગો પર શાહી વરઘોડો નીકળ્યો હતો. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તથા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સમાજ શ્રેષ્ઠીઓ તથા બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્નોત્સવનો આનંદ માણ્યો હતો. અબતક સાથેની વાતચીત દરમિયાન સતવારા જ્ઞાતિ રાજકોટના પ્રમુખ પ્રભુલાલ નકુમએ જણાવ્યું હતું કે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે અમારી ૨૫ દિકરીઓના હાલ સમુહલગ્નની છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી અને આજે અમારે ત્યાં રૂડો અવસર આવ્યો છે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. ગુજરાતભરના આગેવાનો, શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા છે તે બદલ તેમનો આભાર વ્યકત કરું છું અમે સમુહલગ્ન સાથે દિકરીઓ વધુ અભ્યાસ કરે આગળ વધે તે માટે રાજકોટમાં ક્ધયા છાત્રાલયનું પણ ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન કૌશિકભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૨ વર્ષથી સતવારા સમાજ માટે કાર્યરત છું. ત્યારે આ છઠ્ઠા શાહી સમુહ લગ્નનું આયોજન થયું છે. જેમાં સમાજની ૨૫ દિકરા દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. શાહી વરઘોડા સાથે શહેરના રાજમાર્ગો પર ફરી હતી. બધાએ ૨૫ દિકરીઓને દતકલીધી છે. જેમાં મેં પણ એક દિકરી દતક લીધી છે. આ સમુહ લગ્નમાં માત્ર ગરીબ પરિવારની દિકરીના જ લગ્ન થાય તેવું નથી સમાજના પૈસાદાર લોકો પણ ભાગ લે છે.
અમારા સતવારા સમાજ દ્વારા સમુહ લગ્ન સાથો સાથ દાંડીયારાસ, દતક મંડળ સહિતની પ્રવૃત્તિઓ કરીએ છીએ. આજનો પ્રસંગ અમારા માટે ઐતિહાસીક બન્યો છે ખૂબ જ હર્ષ અનુભવું છું.
અબતક સાથેની વાતચીત દરમિયાન અશોકભાઈ કણઝારીયાએ જણાવ્યું હતું કે, સમસ્ત સતવારા સમાજ રાજકોટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરૂઆત અમે ૪ દિકરીઓના સમુહલગ્નથી કરી હતી. ત્યારે આ છઠ્ઠા સમૂહ લગ્ન અતિ ભવ્ય રીતે કરી રહ્યા છીએ. જેમાં ૨૫ દિકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. અમે જે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા અને આજે અમારું આયોજન ખૂબ જ જાજરમાન અને સફળ થયું છે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સાથો સાથ દિકરીઓની ૨૦૦થી વધુ નાની મોટી વસ્તુઓ કરીયાવર સ્વરૂપે આપી છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન માવજીભાઈ નકુમએ જણાવ્યું હતું કે આજે રાજકોટના આંગણે સમુહ લગ્નનું જે આયોજન થઈ રહ્યું છે તે ખૂબ જ ઐતિહાસીક છે શાહી વરઘોડા સાથે શાસ્ત્રોક્ત વિધીથી ૨૫ દિકરા દિકરીઓના જાજરમાન લગ્ન થાય જે દિકરીઓને ૨૦૦થી પણ વધુ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે તથા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા અમે ૨૫ દિકરીઓને દતક લીધેલ છે. અમારા આ પ્રસંગમાં ગુજરાતભરના શ્રેષ્ઠીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં અમારા સમાજ દ્વારા છઠ્ઠો સમુહ લગ્નનું ભવ્ય અને જાજરમાન આયોજન થયું હતું જેમાં ૨૫ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. અમારા સમાજ માટે અને અમારા માટે ગર્વની વાત છે કે આજના શુભ દિને સમાજના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. હું તમામ કાર્યકરોને અભિનંદન પાઠવું છું.