હોકી લિજેન્ડ મેજર ધ્યાનચંદ
29 ઓગસ્ટનો દિવસ એટલે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ. તેના સન્માન માટે દેશમાં રમત દિવસ ઉજવવામાં આવે છે . આ દિવસે 1928, 1932 અને 1936માં ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહનો જન્મદિવસ છે. તેમણે 1926 – 1949 દરમિયાન તેમની કુલ કારકિર્દીમાં 400 ગોલ કર્યા હતા .
આંતરરાષ્ટ્રીય હોકી એરેના પર તેની મહોર લગાવ્યા પછી, અને દેશને કીર્તિના શિખરો સુધી પહોંચવા માટે ઘણી વખત સેવા આપી હતી.
તેઓ ભારતીય અને વિશ્વ હોકીમાં સુપ્રસિદ્ધ વ્યક્તિ હતા. મેજર ધ્યાનચંદ પુરસ્કાર, ભારતમાં રમતગમત અને રમતોમાં આજીવન સિદ્ધિ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર અને તેમના જન્મદિવસ પર રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી તેમના માટે સૌથી વધુ જાણીતા સ્મારકો હતા. મેજર ધ્યાનચંદે તેમના કોચ પંકજ ગુપ્તા પાસેથી હોકીની રમત શીખી હતી. હોકીમાં પોતાના સ્તરે પહોંચનાર કોઈ નથી.
ધ્યાન ચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા સમેશ્વર દત્ત સિંહ ઈન્ડિયન આર્મીમાં હતા. જેના કારણે તેમને ઘણા શહેરોમાં ફરવું પડતું હતું. અંતે તેમનો પરિવાર ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સ્થાઈ થયો હતો.
16 વર્ષની ઉંમરે ધ્યાન ચંદ ભારતીય લશ્કરમાં જોડાયા હતા. જો કે હોકીમાં તેમની પ્રતિભાને જોઈને સુબેદાર મેજર બાલે તિવારીએ તેમને હોકી રમવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમને માર્ગદર્શન આપીને તેમની પ્રતિભાને વધારે નિખારી હતી. ધ્યાન ચંદ પહેલા ભારતીય હોકી ખેલાડી અને બાદમાં ભારતીય ટીમના સુકાની પણ બન્યા હતા.
ધ્યાન ચંદે ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેમાં 1928માં એમ્સ્ટર્ડેમ, 1932માં લોસ એન્જલસ અને 1936માં બર્લિન ખાતે યોજાયેલી ઓલિમ્પિકમાં તેમણે આ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
હોકી લિજેન્ડ મેજર ધ્યાનચંદ સિંહને તેમની જન્મજયંતિ પર શત શત નમન .