અબતક, ગાંધીનગર
કોરોનાની ભયંકર મહામારી અને લોકડાઉનના દિવસો દરમિયાન ભારે માનસિક તાણ(ડિપ્રેશન)માં આવેલા તેમજ કોઈપણ કારણોસર સ્કૂલમાંથી પ્રવેશ રદ કર્યો હોય અને તેના લીધે પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીને મોટી રાહત આપતાં ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ એન.વી. અંજારિયાએ નડિપ્રેશનથને પણ નગંભીર બીમારીથ ગણવાનું અવલોકન કર્યું છે. હવે આવા તમામ વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવા ગુજરાત હાઈકોર્ટે ઑર્ડર કર્યો છે.
કોરોના અને લોકડાઉનના સમય ડિપ્રેશનમાં સરી પડ્યા હોય અને પ્રવેશથી દૂર થયેલા હજારો વિદ્યાર્થીઓને અસર કરતો ગુજરાત હાઇકોર્ટનો હુકમ
મોટાભાગના બનાવોમાં એવું બન્યું છે કે, કોરોનાકાળમાં લોકડાઉનની સ્થિતિના પગલે વિદ્યાર્થી કે જે ગામડે રહેતો હોય, તો તે અભ્યાસથી વંચીત રહી ગયો કા તો ડિપ્રેશનના લીધે તે પરીક્ષાથી વંચિત રહી ગયો અને બીજીબાજુ લોકડાઉનને કારણે અમુક વાલીઓ ફી ના ભરી શકતા તેનો પ્રવેશ રદ કરતા તે ૧ વર્ષ સુધી અભ્યાસથી દૂર રહ્યા હતા તો હવે આવા તમામ વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવા હાઇકોર્ટે આદેશ કરી દીધો છે.
તે ઉપરાંત વિદ્યાર્થીના બી.ટેક.ના કોર્સના પ્રવેશને રદ કરવાનો સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના આદેશને રદ કર્યો છે. કોરોનાના સમયગાળામાં માનિસક તણાવમાં સરી પડેલા હજારો વિદ્યાર્થીઓને હાઇકોર્ટનો આ ચુકાદો અસર કરનારો બની શકે તેમ હોવાથી તેની મહત્તા વધી જાય છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ અને લોકડાઉનમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હતા કે જે કોઈને કોઈ કારણોસર પરીક્ષા નથી આપી શક્યા અને સ્કૂલમાંથી પ્રવેશ પણ રદ કરાવી નાંખ્યો હતો. ત્યારે હવે આવા વિદ્યાર્થીઓ માટે હાઇકોર્ટે
શાળાઓને આદેશ આપ્યો છે કેઆવા તમામ વિદ્યાર્થીઓને ફરીથી એડમિશન આપવું.
મોટાભાગના બનાવોમાં એવું બન્યું છે કે, કોરોનાકાળમાં લોકડાઉનની સ્થિતિના પગલે વિદ્યાર્થી કે જે ગામડે રહેતો હોય, તો તે અભ્યાસથી વંચીત રહી ગયો કા તો ડિપ્રેશનના લીધે તે પરીક્ષાથી વંચિત રહી ગયો અને બીજીબાજુ લોકડાઉનને કારણે અમુક વાલીઓ ફી ના ભરી શકતા તેનો પ્રવેશ રદ કરતા તે ૧ વર્ષ સુધી અભ્યાસથી દૂર રહ્યા હતા તો હવે આવા તમામ વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ આપવા હાઇકોર્ટે આદેશ કરી દીધો છે.
રાજકોટમાં આવા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો: ડી.વી.મહેતા
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી અને લોકડાઉનમાં જે બાળકો પોતાના વતન ગયા હતા તેઓનું ઓનલાઇન એજ્યુકેશન ચાલુ હતું. જેથી પ્રવેશ રદ કરાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. પરંતુ આવા જે વિદ્યાર્થીઓ હતા તેઓને જૂન માસમાં જ ફરીથી પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું હતું. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ ચિંતા કરવાની જરૂ ર જ નથી અને હાઇકોર્ટના આ ઑર્ડરને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારે છે.