ગેરકાયદેસર ફલેટ ભાડે આપી દીધા અને વેંચી દીધાનો ફલેટ ઓનર્સ એસો.ની રજુઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ મુંજકા ગામમાં આવેલી મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસની ફાળવણીમાં મોટો ભ્રષ્ટાચાર તેમજ ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ફલેટ ભાડે આપવા અને વેચાણથી આપી દેવામાં આવ્યા છે તેવું શ્રી ૪૧૬ ફલેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તથા મંત્રીએ જણાવ્યું હતું.
રાજકોટના મુંજકા ખાતે ગુજરાત સરકારની મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્માણ કરાયેલી ૪૧૬ ફલેટની આવાસ કોલોની ફલેટ- આવાસ ફાળવણીમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ સાથે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ફલેટ-આવાસ ભાડે તેમજ વેચાણથી આપીને સરકારી નિયમો અને કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જે અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી ઉપરાંત ગૃહમંત્રી, રાજયપાલ, ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નર તેમજ રાજકોટ ખાતે જીલ્લા કલેકટર અને ગુ.હા. બોર્ડના કા.ઇ.શ્રી સહીત લગતા વળગતા સરકારી વિભાગોમાં રજુઆતો કરી છે. તથા ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા માંગણી કરી છે.