રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મૂલાકાત બાદ નવું માળખું જાહેર કરાશે: જૂના જોગી કદ પ્રમાણે વેતરાશે
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગામી પહેલીની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ સંગઠનમાં ધરમૂળી ફેરફાર આવશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે ગુજરાતના કોંગ્રેસની સ્િિતની સમીક્ષા માટેની ટીમ સરવે કરીને દિલ્હી પરત ફરી ગઈ છે અને આગામી દિવસોમાં ડિટેઈલ અહેવાલ તૈયાર કરીને રાહુલ ગાંધીને સુપરત કર્યો છે. આ અહેવાલમાં પ્રદેશના ડઝનબંધ આગેવાનોને કદ પ્રમાણે વેતરી નાખવાની ભલામણ કરવામાં આવી છે. ૨૬મીએ બૂ મજબૂતીકરણ માટે બેઠક બોલાવવામાં આવી છે.
ગુજરાતના સપના દિન-૧લી મેએ કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી અધિકાર સંમેલનને સંબોધન કરવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવી રહ્યા છે. આ સંમેલન બાદ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારો આવશે એમ જણાવતા કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં હાઈકમાન્ડ કોઈ જોખમ લેવા માગતું ની. ગુજરાતની ચૂંટણીને રાહુલ ગાંધી અત્યંત ગંભીરતાી લઈ રહ્યા છે અને ગુજરાતના સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે તેમણે આક્રમક-સ્વચ્છ પ્રતિભા ધરાવતા નવયુવાનોને ચાવીરૂપ જવાબદારી સોંપવામાં આવે તેવો આદેશ કર્યો છે. સૂત્રો કહે છે કે, રાહુલ ગાંધીનો મૂડ જોતાં પ્રદેશના સંગઠનમાં વર્ષોી ચીટકી રહેલાં અનેક ચહેરાઓના હોદ્દા આંચકી લેવામાં આવશે. ગુજરાતનો અહેવાલ તૈયાર કરનારી ટીમે સુપરત કરેલાં અહેવાલમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો, નેતાઓ અને ધારાસભ્યોના સત્તાધારી ભાજપ સોના સંબંધો અંગે પણ આંગળી ચિંધી હોવાનું જણાવતા સૂત્રો કહે છે કે, વ્યક્તિગત લાભ માટે આ લોકો દ્વારા કોંગ્રેસને અત્યારસુઘી પારાવાર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ બની બેઠેલાં આ લોકો કોઈને ગાંઠતા ની.તાલુકા અને જિલ્લામાં વર્ષોી અડિંગો જમાવીને બેઠેલાં કેટલાયે ચૂંટાયેલાં સભ્યો પંજાના પ્રતિક પરી ચૂંટાયા પછી પોતાની જાતને પક્ષી પણ મોટા સમજવા લાગ્યા છે અને પોતાની જીત વ્યક્તિગત હોય તેવી રીતે વર્તી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ સહિતના મહાનગરોમાં કોંગ્રેસ વિરોધપક્ષમાં છે પરંતુ પ્રજાહિતના કાર્યો કે સમસ્યાઓ અંગે સત્તાધારી પક્ષની કામગીરી સામે સવાલ ઉઠાવવા કે આંદોલન કરવામાં નિષ્ફળ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની કફોડી હાલત અને ચૂંટણીના દેખાવમાં પ્રદેશ માળખામાં વર્ષોી જોવા મળતા એકના એક ચહેરાઓને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે, આ ચહેરાઓી પ્રજા તો ઉબાઈ ગઈ છે પરંતુ કાર્યકરો પણ માત્ર હોદ્દાને માન આપી રહ્યા છે. બાકી વ્યક્તિગત રીતે તેમણે કાર્યકરો અને નાગરિકોનો વિશ્વાસ ક્યારનોય ગુમાવી દીધો છે. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના દેખાવી એ બાબત પુરવાર ઈ છે કે, આજે પણ ગુજરાતમાં કોંગ્રેસનો જનાધાર છે પરંતુ ગ્રાસરૂટના આગેવાનો-કાર્યકરોની અવગણનાને કારણે, તકી વંચિત રાખવાના સપિત હિતોના પ્રયાસોને કારણે કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય દેખાવ કરી શકતી ની. કોંગ્રેસના પરાજય માટે જૂબંધીને પણ જવાબદાર પરિબળ ગણાવાયું છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ સ્તરે જ નહીં છેક ગ્રામ્ય સ્તરે પણ વ્યાપક જૂબંધી પ્રવર્તી રહી છે. આ દૂષણને ડામવા માટે જવાબદારો સામે પગલાં ભરીને ગેરશિસ્ત આચરનારાઓને સ્પષ્ટ સંદેશો આપવા જણાવાયું છે. કોંગ્રેસમાં તોળાઈ રહેલાં આ ધરખમ ફેરફારોને પગલે યુવા કાર્યકરોમાં નગનાટ જોવા મળી રહ્યો છે તો પક્ષને વફાદાર રહીને વર્ષોી ચૂપચાપ કામ કરતા અનેક અગ્રણીઓને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસના દેખાવ અંગે આશા બંધાઈ છે.