મહેસુલ વિભાગ દ્વારા અધિક કલેકટર કક્ષાના 110 અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં પોસ્ટિંગ વીહોણા 56 અધિકારીઓને પણ નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત અનેક મહત્વપૂર્ણ જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી રહી હોય, હજુ એક બદલીનો ઘાણવો ઉતારવામાં આવશે તેવું મનાય રહ્યું છે.
રાજકોટના નવા અધિક કલેકટર તરીકે સી.એ.ગાંધી, રાજકોટ ડીઆરડીએ ડિટેક્ટર તરીકે એ.કે. વસ્તાની, સ્પીપા રાજકોટ ડેપ્યુટી ડિરેકટર તરીકે એ.એસ. મંડોત,રૂડા સીઇઓ તરીકે જી.વી. મિયાણી, એડિશનલ ઇન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન રાજકોટ ઝોન તરીકે ડી.જે. વસાવા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જામનગર તરીકે વાય.ડી. ગોહિલ, જૂનાગઢ અધિક કલેકટર તરીકે એન.એફ.ચૌધરી, ભાવનગર અધિક કલેકટર તરીકે એન.ડી. ગોવાણી,સુરેન્દ્રનગર અધિક કલેકટર તરીકે આર.કે.ઓઝા, જામનગર ડીઆરડીએ ડિરેકટર તરીકે એસ.એમ.કાથડ, અમરેલી અધિક કલેકટર તરીકે ડી.એમ.ગોહિલ, બોટાદ અધિક કલેકટર તરીકે પી.એલ.જનકાત મુકાયા
સૌરાષ્ટ્રના અમરેલી, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, બોટાદ, ભાવનગર જિલ્લાના અધિક કલેકટરોની બદલી : જૂનાગઢ, અમરેલી, રાજકોટના ડીઆરડીએ નિયામકોની પણ બદલી : પોસ્ટિંગ વિહોણા 56 અધિકારીઓને મળી નિમણૂક
નર્મદા- રાજપીપળાના અધિક કલેકટર સી.એ.ગાંધીને રાજકોટ જિલ્લા અધિક કલેકટર, બોટાદ અધિક કલેકટર એમ.આર.પરમારને ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર ગાંધીનગર, મોરબી અધિક કલેકટર એન.કે. મુછારને વડોદરા ડીઆરડીએ ડિરેકટર, પોરબંદર અધિક કલેકટર એમ.કે.જોશીને સેક્રેટરી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ, જૂનાગઢ ડીઆરડીએ ડિરેકટર પી.જી. પટેલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ ઓફિસર, અમરેલી ડીઆરડીએ ડિટેક્ટર એ.કે. વસ્તાનીને રાજકોટ ડીઆરડીએ ડિટેક્ટર, રાજકોટ ડીઆરડીએ ડિરેકટર આર.એસ.ઠુમ્મરને ભાવનગર લેન્ડ રેકોર્ડ ડેપ્યુટી ડિરેકટર, સુરેન્દ્રનગર અધિક કલેકટર એમ.પી. પટેલને ડેપ્યુટી ડિરેકટર ડીઆઈએસઆરએ, જામનગર ડીઆરડીએ ડિરેકટર એન.એફ.ચૌધરીને જૂનાગઢ અધિક કલેકટર, ગીર સોમનાથ અધિક કલેકટર બી.વી.લિંબાસિયાને ઇન્ડેક્સ બી જોઈન્ટ એમડી, અમરેલી અધિક કલેકટરને ચીફ એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર વોટર સપ્લાય બોર્ડ, વાય.ડી. ગોહિલને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જામનગર, એન.ડી. ગોવાણીને ભાવનગર અધિક કલેકટર, કચ્છ ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટી આર.કે.ઓઝાને સુરેન્દ્રનગર અધિક કલેકટર, એસ.એમ.કાથડને જામનગર ડીઆરડીએ ડિરેકટર, કે.જે.જાડેજાને અમરેલી ડીઆરડીએ ડિરેકટર, ડી.એમ.ગોહિલને અમરેલી અધિક કલેકટર, જામનગર ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એ.એસ. મંડોતને સ્પીપા રાજકોટ ડેપ્યુટી ડિરેકટર, ડી.જે. વસાવાને એડિશનલ ઇન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન રાજકોટ ઝોન,કે.આર.પટેલને સુરેન્દ્રનગર વાઈલ્ડ એસ સેન્ચુરી એડિશનલ કલેકટર, પી.એલ.જનકાતને બોટાદ અધિક કલેકટર, જી.વી. મિયાણીને ચીફ એક્ઝિક્યુટિવ રૂડા, ભાવનગર અધિક કલેકટર બી.જે. પટેલને વડોદરા એડિશનલ ઇન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન, ડી.એન. સતાણીને એડિશનલ કલેકટર ઓફિસ ઓફ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ભાવનગર તરીકે મુકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ બદલીમાં 56 જેટલા અધિક કલેકટર કક્ષાના વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા અધિકારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ મોરબી અધિક કલેકટર જેવી મહત્વની જગ્યાઓ ખાલી રાખી દેવામાં આવી છે. એટલે હવે થોડા સમયમાં મહેસુલ વિભાગ દ્વારા વધુ એક ઓર્ડર જાહેર થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, બોટાદ, ભાવનગર જિલ્લામાં અધિક કલેકટરની બદલી થઈ છે. સાથે જૂનાગઢ, અમરેલી, રાજકોટના ડીઆરડીએ નિયામકોની પણ બદલી થઈ છે. આ સાથે રાજકોટ અને જૂનાગઢ જેવા મહત્વના જિલ્લાઓમાં અધિક કલેકટર તરીકે ઇન્ચાર્જથી ગાડું ગબડાવાતું હતું ત્યાં નવા કાયમી અધિકારીને મુકવામાં આવ્યા છે.