- સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ
- પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી
-
પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ ફટકારી
મહીસાગર ન્યૂઝ : ગુજરાતમાં મંગળવારે સાતમી તારીખે 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ મતદાન શાંત અને નિર્વિઘ્ને પૂરુ થયું હતુ અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ
View this post on Instagram
મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો . પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી છે. આરોપી વિજય ભાભોર આ ઘટનામાં રીતસરનો ઇવીએમ સાથે રમતો નજરે પડ્યો હતો. તે કહેતો હતો અહીં એક જ ચાલે, બીજેપી જ ચાલે. વિજય ભાભોર. હું છું વિજય ભાભોર તેમ કહેતો નજરે આવે છે. તે કહેતો હતો કે આ મશીન મારા બાપનું છે. આમ કહી તે રીતસરનો તેના હાથમાં ઇવીએમ રમાડી રહ્યો હતો. તેની સાથે તે અપશબ્દો પણ બોલી રહ્યો હતો. આ ઉપરાંત મતદાન કરવા આવેલા લોકોને ધક્કો મારી દૂર કરી જાતે ઇવીએમનું બટન દબાવી રહ્યો હતો.
એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી લીધો
મતદાન મથકમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં તે મોબાઇલ લઈ આવ્યો હતો. તેની આ પ્રવૃત્તિનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી લીધો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ અંગે સંતરામપુર પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ ફટકારી
પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસને ફટકારી છે . પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે .