- એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી
- 6.60 કરોડનું સોનું ઝડપી પાડ્યું
દિવસેને દિવસે ચોરીના બનાવમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ચોરીના બનાવમાં ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન 6.60 કરોડનું સોનું ઝડપી પાડ્યું હતું.
સુરત એરપોર્ટ પર વધુ એક વખત દાણચોરી પકડાઇ હતી. જેમાં બહોળી માત્રામાં સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું. તેમજ દુબઇ અને બેંગકોકથી આ સોનું લાવવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી પકડાઈ હતી. જેમાં કસ્ટમ વિભાગે જુદા જુદા બે કેસમાં 6.60 કરોડનું સોનું ઝડપી પાડ્યું હતું. તેમજ આ ઘટનામાં 1 યુવક અને 1 મહિલા પાસેથી 6.60 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.
10 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત
અમદાવાદના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર અબુધાબીથી 24 મેના રોજ બે પેસેન્જર ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ આ ગોલ્ડ અંડર ગારમેન્ટમાં છુપાવી દીધું હતું. DRIના અધિકારીઓને જાણ થતાં તેઓએ તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. બંને ઍરપૉર્ટ સર્કલ નજીક એક હોટલમાં ગયા હતા. આ હોટલમાં અગાઉથી જ ચેન્નાઈની ગેંગના કેરિયરો ફ્લાઇટ અને વંદે માતરમ એક્સપ્રેસના માધ્યમથી સવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા. DRIના અધિકારીઓ પહોંચ્યા ત્યારે માલની ડિલીવરી અપાતી હતી તેથી DRIની ટીમે ગોલ્ડ લઈને આવનાર અને લેનાર મળીને કુલ 10 લોકોની ધરપકડ કરીને 10.32 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડની કિંમત 10 કરોડ 32 લાખ થતી હતી.
DRI એ નવેમ્બર મહિનામાં એક મહિલા પાસેથી ગોલ્ડ અને 1400 સિગારેટ મળી આવી હતી. ડિસેમ્બર મહિનામાં દુબઈથી આવેલી એક મહિલા પાસેથી કિંમતી ઘડિયાળો મળી હતી, સુરત ઍરપૉર્ટ ઉપર પણ એક મહિલા પાસેથી બે કરોડનું ગોલ્ડ પકડાયું હતું. DRIની ટીમે 25 ડિસેમ્બરના રોજ બેંગકોકથી આવેલા પેસેન્જરના સામાનમાંથી 2.35 કરોડનું ત્રણ કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડ એર કોમ્પ્રેસરની અંદર લગાવવામાં આવેલા પિસ્ટનમાં કન્સિલ કરીને છુપાવવામાં આવ્યું હતું.