કિશોર ગુપ્તા મહેસાણા
મહેસાણા જીલ્લાના કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કડીના કુંડાળ સીમમાં આવેલ માધવ દર્શન એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાં દરોડા પાડી કેમિકલના કાળા કારોબાર નો કર્યો પર્દાફાશ કર્યો હતો. ટેન્કર માંથી કેમિકલ ચોરી કરી ગેકાયદેસર ચોરી કરેલ કેમિકલનું અધધ વેચાણ ચાલી રહ્યું હતું ત્યારે SMCએ દરોડો પાડીને આરોપીઓને ઝડપ્યા હતા.
કડીના માધવ દર્શન એસ્ટેટમાં આવેલ ગોડાઉનમાં ટેન્કર માંથી કેમિકલ ચોરી કરી ગેકાયદેસર ચોરી કરેલ કેમિકલનું અધધ વેચાણ ચાલી રહ્યું હતું ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દરોડા પાડી કેમિકલ ના કાળા કારોબારનો પર્દાફાશ કાર્યો હતો. રૂ.24,04,823 ની કિંમતનું 24,502 કિલો કેમિકલ જપ્ત કર્યું હતું
સ્ટેટ મોનીટરીંગ સેલના psi આર બી ઝાલા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગોડાઉનમાં દરોડા પાડીને ચોરીના કેમિકલ,બેરલ, ડબ્બા, પાણીની ટાંકીઓ અને રૂપિયા 10 લાખનું વાહન મળી કુલ 34.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિવેક પટેલ, રોહિત પટેલ, હમીર મિયાત્રા નામના 3 ઈસમોને ઝડપી પાડ્યા જ્યારે ગોવિંદ પટેલ, ચંદ્રકાંત પટેલ નામના 2 ઈસમો ફરાર છે.