સમગ્ર દેશમાંથી 200 થી વધુ ઉત્પાદકો એક સ્થળે ભેગા થશે!!!
દરેક ઉદ્યોગ ખૂબ સારી રીતે આગળ વધે તે માટે સરકાર દ્વારા અને જે તે ઉદ્યોગના એસોસિએશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવતા હોય છે. ત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગ હરહંમેશ અંડર રેટેડ રહેલો ઉદ્યોગ છે સામે પ્લાસ્ટિક એટલે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માનવ એક છે કે જેની અવગણના કરવી સહેજ પણ યોગ્ય નથી. પ્લાસ્ટિક ઉત્પાદકો નો વ્યવસાય જે રીતે એક જૂથ થઈને થવો જોઈએ તે હજુ સુધી થઈ શક્યો નથી માટે ઘણા પ્રશ્નો આ ઉદ્યોગોને સતાવી રહ્યા છે.
પ્લાસ્ટિક ઉત્પાદકો નું માનવું છે કે આવનારા સમયમાં જો યોગ્ય વ્યવસ્થા પ્લાસ્ટિક ઉત્પાદકો માટે ઊભી કરવામાં નહીં આવે તો આ ઉદ્યોગને ઘણી માંથી અસરનો સામનો કરવો પર છે પરંતુ હાલ આ ઉદ્યોગ અસંગઠિત હોવા છતાં ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આ વાતને ધ્યાને લઈ આગામી તારીખ 14 ડિસેમ્બર થી 17 ડિસેમ્બર સુધી રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર પ્લાસ્ટ 2022 એકપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોને ધ્યાને લઈ પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ પરાગભાઈ સહિતના હોદ્દેદારોએ અબ તક સાથે વાતચીત કરી હતી અને પ્લાસ્ટિક ઉદ્યોગ ના ખ્યાતના રાજુ એન્જિનિયરિંગના ઉત્સવ ભાઈ દોષી એ પણ આ અંગે પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે પ્લાસ્ટિક ઉદ્યોગનું મહત્ત્વ અનેરુ છે જેની અવગણના સરકાર પણ ન કરી શકે.
ઉદ્યોગકારોનું માનવું છે કે હાલ જે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી પ્લાસ્ટિક ઉત્પાદકોને ઘણો ખરો ફાયદો પહોંચશે અને એક સ્થળે દેશના 200થી વધુ ઉદ્યોગકારો જોડાશે જેથી તેમને જે વ્યવસ્થા અથવા તો તેઓને જે વ્યાપાર કરવો હોય તે ખૂબ સારી રીતે કરી શકશે. એટલું જ નહીં હાલ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીએ પહોંચાડવા માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે હાલની સ્થિતિએ દરેક ચીજ વસ્તુઓનો નિકાસ શક્ય બને તે માટે દરેક ઉદ્યોગો ગંભીરતાપૂર્વક નોંધ લઈ રહ્યા છે. અને ધ્યાને લઈ આગામી દિવસોમાં હવે પ્લાસ્ટિકનું પણ નિકાસ વધે તે માટે સરકાર અને એક્સપોર્ટ કાઉન્સિલ જરૂરી તમામ પગલાંઓ લઈ રહ્યા છે અને હાલ રાજકોટ થી ઇસ્ટ આફ્રિકાને આફ્રિકાના દેશોમાં પ્લાસ્ટિકનો નિકાસ પૂર્ણત: શક્ય બન્યો છે.
હાલ પ્લાસ્ટિક ઉદ્યોગમાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો તે રિસાયકલ પ્લાસ્ટિકનો છે અને સરકારે હાલ ધોરાજીને એન્ટર તરીકે વિકસિત કર્યું છે કે જ્યાં રીયુસેબલ પ્લાસ્ટિક બને અને તે દાણા રૂપમાં નવી કોઈ ચીજ વસ્તુઓ બનાવા માટે રૂપાંતરિત કરવામાં આવે. સરકારને આ માટે પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે દરેક જિલ્લા મથકે એક પ્લાસ્ટિક રીયુઝ કરવા માટેનું કેન્દ્ર ફાળવે. આ કાર્ય કરવામાં સરકાર સફળતા હાંસલ કરે તો પ્લાસ્ટિકને લઇ જે પ્રશ્નો ઊભા થયા છે તે ન થાય અને ઉદ્યોગકારોને પણ ઘણા ખરા ફાયદા મળી રહેશે. રાજકોટ ખાતે યોજાનારા એક્સપોમાં દેશ-વિદેશ ના પ્લાસ્ટિક સાથે સંકળાયેલા એસોસિએશન પણ સહભાગી થયા છે. ત્રીજો મોટો એક્સપોર્ટ આ વર્ષે યોજાશે.
પ્લાસ્ટિક ઉદ્યોગ વેગવંતુ બને તે માટે એક્સિબિશન યોજાશે: જે કે પટેલ (સૌરાષ્ટ્ર પ્લાસ્ટના ચેરમેન)
પ્લાસ્ટિક માટે એક્સપોર્ટ કાઉન્સિલની કામગીરી સરાહનીય: જે. કે પટેલ
અબતક સાથે થયેલી વાતચીતમા જે. કે પટેલ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટ, 2022 ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે અમારું હેતુ એ છે કે પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના યુનિટોને દૂર સુધી જવું ના પડે લોકોને નજીકના જ વિસ્તારમા પ્લાસ્ટિકના મશીન મળી રહે. અન્ય રાજ્યના પ્લાસ્ટિક ઉત્પાદક કંપનીના મશીનો રાજકોટ વાસીઓ લાભ લઈ શકે અનેક નાના મોટા પ્લાસ્ટિક યુનિટો દ્રારા આ સૌરાષ્ટ્ર પ્લાસ્ટ એક્સીબિસન થવાનો છે આ એક્સીબિસન કલકત્તા બેંગલોર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દિલ્હી તેમજ ખાસ કરીને ગુજરાતના મેન્યુંફેક્ચર પાર્ટીશિપેન્ટ થવાના છે રાજુ એન્જિનિયરિંગ કંપની
65 દેશમા મશીનરી એક્સપોર્ટ કરે છે. આ કંપનીઓના મશીનરી અહીંયા જ સરળતાથી મળી રહશે.આ એક્સીબિસન મા 200 થી વધુ સ્ટોલ હશે, 125 જેટલા મશીનરીના લાઇવ ડેમોસ્ટ્રેશન સ્ટોલ છે. 75થી વધુ રો-મટીરીયલ્સ તથા પ્લાસ્ટીક પ્રોડકટસના સ્ટોલ છે
પ્લાસ્ટિકના નાના મોટાં ઉદ્યોગો એકજ છત હેઠળ આવે એ અનિવાર્ય: ઉત્સવ દોશી
સરકારે પ્લાસ્ટિક ઉદ્યોગોને વેગવંતુ બનાવવા માટે ક્લસ્ટરનું આયોજન કરવું જોઈએ : ઉત્સવ દોષી
અબતક સાથે થયેલી વાતચીતમા ઉત્સવભાઈ દોશી એ જણાવ્યું કે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિયેશન નો હેતું પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે સંકળાયેલા રસ ધરાવતા ઉઘોગકારો આ એક્સીબિસનમા સામેલ થઇ શકે.પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ નાના મોટાં ઉત્પાદકો જે પ્લાસ્ટિકનિ અલગ અલગ વસ્તુ બનાવતી અનેક કંપનીઓ આ એક્સીબિસનમા પાર્ટીશિપેન્ટ થવાની છે. ગ્રાહકોને પ્લાસ્ટીકનિ જોઈતી મશીનરી રાજકોટમા જ મળી રહે તે હેતુ છે. ગ્રાહકો નવી નવી ટેકનોલોજીના પ્લાસ્ટીક મશીનોથી માહિતગાર થાય જેથી ગ્રાહકને પણ મશીન ખરીદવામાં રસ પડે.
જૂના પ્લાસ્ટીકને ફરી રીસાઇકલ કરી ઉપયોગ કરી શકાય તેવા અનેક મશીનો છે. ધોરાજી, ભાવનગર વિસ્તારોમાં પણ અનેક એકમો કાર્યરત છે. પ્લાસ્ટિકની સમાજમા શાપ રૂપે જોવે છે પણ વાસ્તવિકતામા પ્લાસ્ટીક અનેક જગ્યાએ ઉપયોગી નીવડે છે જેમ કે કોરોના વખતે માસ્ક, પીપીઈ કીટ, હોસ્પિટલની ઘણાં મશીનો પ્લાસ્ટીકમાંથી જ બને છે. ગુજરાત સરકારને વિનંતી કરી કે ઇન્દોરમા જે રીતે નકામું પ્લાસ્ટિક ને રીસાઈકલ કરી ફરીવાર પ્લાસ્ટિક ઊપયોગ કરે છે તેમાંથી અલગ અલગ વસ્તુ બનાવે છે તેવુંજ મોડલ અહીંયા પણ થવું જોઈએ જેમાં 100 ટકા પ્લાસ્ટિક રિસાઈકલ કરી ફરીવાર ઉપયોગ કરી શકાય. પ્લાસ્ટિકનો નિકાસ પણ વધું થઈ રહીયો છે.
એક્ઝિબિશનમાં અદ્યતન મશીનરી ઉદ્યોગકારોને મળશે: પરાગ સંઘવી (સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેકચર એસો. પ્રમુખ)
જીવનજરૂરિયાત પ્લાસ્ટિકની અવગણના કરવી શક્ય નથી: પરાગભાઈ સંઘવી
અબતક સાથે થયેલી વાતચીતમા પરાગભાઈ સંઘવીએ જણાવ્યું કે રાજકોટમા તા.14 ડીસે. થી 17 ડીસે. 2022 દરમ્યાન પ્લાસ્ટીક ઉઘોગનું સૌરાષ્ટ્ર પ્લાસ્ટનું ભવ્ય એક્ઝિબીસન આયોજન કરવામાં આવેલ છે. પ્લાસ્ટિક ઉદ્યોગ વધું વેગવંતુ બને તે માટે આ એક્સીબિસન કરવામા આવશે. ભારતના અનેક રાજ્યમાંથી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓના મશીનરો આ એકસિબિસનમા ગ્રાહકોને સરળતાથી મળી રહશે. નાના તેમજ મોટાં પ્લાસ્ટિક ઉત્પાદકો અહિયાં ઉપસ્થીત રહશે. પ્લાસ્ટિક આપણા જીવનમા વણાયેલું છે સવાર થી માંડી સાંજ સુધી અનેક પ્લાસ્ટિકની વસ્તુ
વાપરીએ છીએ. નકામું પ્લાસ્ટિકને રિસાઈકલ કરી ફરીવાર ઊપયોગ કરી શકાય છે. હાલમા અનેક ટેકનોલોજીવાળા પ્લાસ્ટિક મશીનો ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક ઉધોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. પ્લાસ્ટિક માટે સરકારે ક્લસ્ટર ઉભુ કરવું જોઈએ. ઘણાં દેશમા પ્લાસ્ટિક એક્સપોર્ટ થાય છે જેમાં સરકાર પણ પૂરો સહયોગ આપે છે.