બે લાખ ચોરસ મીટરનું ભવ્ય સંકુલ કન્યા કેળવણી માટે લોકાપર્ણ ઘડીએ સર્જયા ભાવુક દ્રશ્યો
અમૃતબેન પોપટભાઈ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત નવ નિર્માત કન્યા છાત્રાલયમાં ડાઈનિંગ હોલ 17000 ચો.ફુટ , પ્રાથના હોલ 12000 ચો . ફુટ , બેઈઝમેન્ટ પાર્કીંગ 29000 ફુટ અદ્યતન લાઇબ્રેરી 2પ00 ચો ફુટ , છઠા માળે ઓડીટોરીએમ 2500 ફુટ , દિકરીઓને રહેવા માટે 16×12 ના 224 રૂમ , રસોઈ ઘર 1000 ફુટ , આમ કુલ મળી 2,00,000 ચો . ફુટ ( બે લાખ ચોરસ ફુટ ) ના વિશાળ બાંધકામમાં જેમાં સી.સી. ટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ , બે લીફટની સુવિધા સહિત છાત્રાલયના બાંધકામમાં , બેઈઝમેન્ટ , પાર્કીંગ , ગ્રાઉન્ડ ફલોર સહીત કુલ 6 માળની અધ્યાધુનિક સુવિધા સભર કન્યા છાત્રલાયનુ નિર્માણ કરવામાં આવેલ છે . આ કન્યા છાત્રાલયનું લોકપર્ણ ભીખુભાઈ વિરાણી ( બાલાજી વેફર્સ – રાજકોટ ) તથા દામજીભાઈ પાનસુરીયા ( અજય ફાઉન્ડ્રી – રાજકોટ ) ના વરદ હસ્તે કરવામાં આવેલ હતુ . તેમજ સાંજે 4-30 કલાકે ટોપ લેન્ડ ભવન ખાતે એક સમારંભનું આયોજન કરવામાં આવેલ હતુ . જેમાં અમૃતબેન પોપટભાઈ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાથી લઈ હાલ તથા ચાર દાયકાથી ક્ધયા કેળવણીક્ષેત્રે કાર્યરત કર્તવ્યનિષ્ઠ કેળવણી કાર અને શિલભદ્ર સંચાલક ગોવિંદભાઈ ખુંટ અભિવાદન સમારોહ યોજવામાં આવેલ હતો .
આ કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રી ગોવિંદભાઈના જીવન આધારીત જીવન અંજલી થાજો સ્મરણીકાનું વિમોચન રમેશભાઈ પટેલ ( પટેલ બ્રાસ વર્કસ – રાજકોટ ) ના હસ્તે કરવામાં આવેલ હતું . ત્યાર બાદ શ્રી ગોવિંદભાઈ ખુંટનું લાઈબ્રેરીમાં ઉપયોગમાં આવે તેવા પુસ્તકોથી જ્ઞાનતુલા જુનાગઢ – ગીર સોમનાથ , જિલ્લા લેઉવા પટેલ સમાજ મધુભાઈ પટોળીયા મા અભિવાદન સમિતી તરફથી સન્માપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું જેનુ વાંચન ભુપેન્દ્રભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવેલ હતુ.
ગોવિંદભાઈ ખુંટ અને તેમના ધર્મપત્ની દિવાળીબેન ખુંટ નું અભિવાદન એ.પી. પટેલ ટ્રસ્ટ દ્વારા તેમજ ભગીની સંસ્થા પરીવાર આટકોટ, ખામટા, કાલાવડ, ચાંદલી અને ગોંડલ છાત્રાલયો તથા ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ભવન, સોમનાથ લેઉવા પટેલ સમાજ, રાજકોટ શહેર સ્થિત વિવિધ સરદાર પટેલ સોશ્યલ ગૃપ – મેઈન , બેડીપરા, વેસ્ટ, નોર્થ, ગોલ્ડ, શાપર – વેરાવળ તેમજ સમસ્ત લેઉવા પટેલ સમાજ બેડીપરા તથા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વાણીયા વાડી , શિક્ષણ પાંખ સરદાર પટેલ સોશ્યલ વેલફેર ટસ્ટ , સરદાર પટેલ કર્મચારી મંડળ , પટેલ બોર્ડીંગ , માનવ સેવા ટ્રસ્ટ , સરદાર ધામ મહિલા સમીતી , અને વિવિધ સમાજ માંથી કડવા પાટીદાર સમાજ , ક્ષત્રીય સમાજ , રાજપુત સમાજ , રાજકોટ શહેરના વિવિધ આદ્યોગિક એશોસી. જેવા કે રાજકોટ એન્જીનિયરીંગ , આજી ઈન્ડસ્ટીરીયલ , મેટોડા જી.આઈ.ડી.સી. , વાવડી ઈન્ડસ્ટીરીયલ , હડમતાલા ઈન્ડસ્ટીરીયલ , હરીપર પાળ અને ખાંભા એસોશી, પડવલા ઈન્ડસ્ટીરીયલ , રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ , ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ , ઉદ્યોગ ભારતી , સહીતની વિવિધ સંસ્થાઓ કિંચનવેર એશોસી. , હાર્ડવેર એશોસી., રાજકોટ – લોધીકા સંઘ , વલ્લભ ક્ધયા કેળવણી મંડળ , ઉમિયાધામ – સિદસર , ગુંદાસરા પરીવાર , રાજકોટ શહેર આચાર્ય સંઘ મંડળ , શાળા સંચાલક મંડળ , આ પ્રસંગે ઉપસ્થિત રહી ગોવિંદભાઈ ખુંટનું સન્માન કરેલ હતુ .
મેધજી ગોવા , શામજી ગોવા ,બારદાના વાલા અને આર . આર . પટેલ કોલેજના સ્ટાફ સહિત વગેરે 54 સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ, સંસ્થાના ટ્રસ્ટી ચંદુભાઈ વિરાણી દ્વારા ધાને આવકારી સંસ્થાની વિશેષ માહિતી પુરી પાડેલ હતી. પૂર્વ કમીશ્નર બાબુભાઈ પોડાસરા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કીરીયા પટેલ બોડીંગ પ્રમુખ શામજીભાઈ ખંડ , ઉમીયાયામ – સીદસરના પ્રમુખ શ્રી જેરામભાઈ પાંસજાળીયા વગેરે કડવાઓએ પ્રાસંગી બોદન કરેલ હતા . ખોડલપામ ચેરમેન નરેશભાઈ પટેલ ગોવિંદભાઈ શરૂઆતથી આજ સુધીની થયેલ કામગીરીને બિરદાવી હતી. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ આર્શિવચન પાઠવેલ હતા. ગોવિંદભાઈ ખુંટ દ્રારા સન્મા અંગેના પ્રતિભાવમાં પોતાની સેવાકીય કારરિદીનો યશ અને ગુરૂ સ્વ . રવજીભાઈ પટેલ ( પટેલ ત્રાસ ) અને તેમના માત પીતા અને કુટુંબને આપેલ હતો ફાઉન્ડર ટ્રસ્ટીઓ સ્વ ભાણજીભાઈ પટેલ સ્વ. ક્લ્યાશીભાઈ પટેલ , સ્વ . તેજાભાઈ અકબરી , સ્વ . નાથાભાઈ માલાણી , સ્વ . કેશુભાઈ માલાણી , વિગેરેને આ યાદ કરી ભાવવિભોર થઈ ગયેલ હતા . આભાર વિધી બાબુભાઈ ખુંટ સ્વામી . પ.પુ. પરમાનંદ સરસ્વતી , ખોડલધામ ટ્રસ્ટના ચેરમને નરેશભાઈ પટેલ, બાલાજી વેસના માલી ભીખાભાઈ વિરાણી, દામજીભાઈ પાનસુરીયા, રમેશભાઈ પટેલ, શામજીભાઈ ખુંટ, જેરામભાઈ વાંસજાળીયા, શંભુભાઈ પરસાણા, નારણભાઈ, પૂર્વ સાંસદ ડો. વલ્લભભભાઈ કથીરીયા, બાબુભાઈ ધોડાસરા , શિવલાલભાઈ વેકરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, અજીતસિહ જાડેજા , તેમજ આટકોટ , ગોંડલ , ખામટા , કાલાવડ અને ચાંદલી , ના પ્રમુખો તેમજ વિવિધ સમાજ આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ સગપરીયા દ્વારા કરવામાં આવેલ હતું.