વ્યકિત પર આવી પડેલા વિકટ સંજોગોનું સમાધાન એક માત્ર ‘સમય’ પાસે જ હોય છે: ઇતિહાસ અને સંભારણાઓને સંઘરીને બેઠેલો ‘સમય’ ધનથી પણ વધારે મુલ્યવાન છે
‘આ સમય પણ વતી જશે’ આ એકમાત્ર વાકય સુખ અને દુ:ખ બન્નેનું ભાન કરાવવા સમર્થ છે
‘વકતને કિયા કયા હંસી સિતમ….’સમયની વાત આવે ત્યારે આ જાણીતું સોંગ યાદ આવી જાય, સમયને લઇને અનેક રસપ્રદ બાબતો લોકો બોલીવુડની ફિલ્મો, ગીતો અથવા પુસ્તકો દ્વારા દર્શાવાતી આવી છે. સૃષ્ટિની રચના થઇ ત્યારથી દરેક જીવો ‘સમય’ની સાથે સંકળાયેલું છે. સમય સૌથી શકિતશાળી છે. તેને દરેક વ્યકિત સ્વીકારે છે અને સમય પણ આ વાતનો પુરાવો આપે છે. જેમ કે સવારે ઉઠીએ ત્યારથી જો સમયને ઘ્યાનમાં રાખીને કાર્યો પતાવવામાં ન આવે તો દિનચર્યામાં તેનું નુકશાન થયેલું જોવા મળે છે. સૃષ્ટિની શરૂઆત થઇ ત્યારથી પેઢી, દરપેઢી, દાયકાઓ અને શતાબ્દીઓ આ સમયનો જ એક ભાગ છે. પૃથ્વીનો ઇતિહાસ તેના રહસ્યોની સાથે લોકોએ જીવેલી ક્ષણો ‘સમય’ના પેટાળમા સંઘરાયેલી છે.
સમયને સમજવો બહુ જ મુશ્કેલ છે, પણ તેને માનવો આસાન છે. એટલે કે સમયને સાર્થક કરનાર લોકો પોતાના વકતવ્યોમાં અથવા ચર્ચામાં કહે છે કે માણસ જો આખા દિવસમાં એકવાર પણ અંતમુખી બનીને આંતરિક યાત્રા કરે તો જાણી શકાય કે સમય પણ કંઇક કહે છે ઇશારો આપે છે. પણ બહુ ઓછા અને ગણ્યાગાંઠયા લોકો આને સમજી શકે છે.
સમયને લઇને અનેક લોકો વિવિધ માન્યતાઓ ધરાવે છે. અને કયારેક તેને દોષ આપતા બોલી પણ જાય છે કે ‘મારો સયમ ખરાબ ચાલે છે’પણ અહીં વિચારવા જેવી બાબત ખરેખર એ છે કે જો ખરેખર ‘સમય’ખરાબ હોય તો દુનિયાના દરેક લોકો દુ:ખી, ચિંતિત અને વ્યથિત હોવા જોઇએ પણ એ દોષ આપનારા લોકો ખરેખર એ ભૂલી ગયા હોય છે કે સમય તો પોતાની દિશામાં નિરંતર ચાલ્યા જ કરે છે. વ્યકિત પોતાના પર આવી પડેલી કપરી પરિસ્થિતિનો દોષ સમય પર ઢોળી દે છે. ખરેખર સમયને લઇને નકારાત્મક અભિગમથી નહીં પરંતુ સકારાત્મકતાથી વિચારવું જોઇએ. આ અંગે મનોવૈજ્ઞાનિકો, મોટીવેશનલ સ્પીકરો પોતાના અનુભવો અને પ્રયોગો વડે એ જ સલાહ આપે છે કે, જીવનમાં જે બની ગયું તે વિશે નહીં પરંતુ જેવું તમે ઇચ્છો છો અથવા તો મેળવવા માગો છો તેના વિશે વિચારવાથી ઘણો લાભ મળશે. સમયને સાર્થક કરવા મનને સાચવવું બહુ જરૂરી છે મન અત્યંત નાજુક છે અને મનને સાચવવા વિચારો અને બોલને સાચવવા જરૂરી છે.
અને એ ત્યારે જ સંભવ છે કે જયારે વ્યકિત પોતાની દિનચર્યામાં અનુશાસનને મહત્વ આપે જેમ કે સમયસર જમવું, ઉંઘ લેવી વગેરે જેવી દરેક ક્રિયા વ્યકિત પોતાના શરીરને સ્વસ્થ રાખવાના અનેક ઉપાયો પણ જો સાથે સાથે કરે ને તો ખરા અર્થમાં ‘સમય’નો સાથ મળે તેમ કહેવાય, મનને સ્વસ્થ રાખવા સૌથી મહત્વનું કાર્ય છે. મેડીટેશન કરવું, ડિઝીટલ ટાઇમ ઓકટીમાઇસ કરવો, સ્ક્રીન ટાઇમ ઓછો કરવો જેવી બાબતોને ઘ્યાનમાં રાખવામાં આવે તો ખરેખર સમયને દોષ દેવાના બદલે લોકો તેને માનવા લાગે અને પ્રેમ કરવા લાગે
સમયની ભૂમિકા: સમય વિશે એક સામાન્ય કહેવત છે કે, સમય અને જવાર-ભાટા કયારેય કોઇની રાહ નથી જોતા, આ પૃથ્વી પરના જીવનના અસ્તિત્વની જેમ જ એક સતય છે. એટલે કે જેવી રીતે પૃથ્વી પર જીવનનું હોવું સત્ય છે. ઠીક એવી જ રીતે આ કહેવત પણ બિલકુલ સતય છે સમય વિના રૂકાવટ અવિરત અસ્ખલિત અદ્રશ્યરૂપે ચાલ્યા જ કરે છે.
માનવજીવન નદીની ધારા સમાન છે. જેવી રીતે નદીની ધારા ઉંચી-નીચી ભૂમિને પાર કરીને લગાતાર આગળ વધે છે. તેવી જ રીતે જીવનની ધારા સુખ-દુ:ખ રૂપી જીવનના અનેક સંઘર્ષોને સહન કરીને ભોગવીને આગળ વધે છે. જીવનનું ઉદ્દેશ્ય લગાતાર આગળ વધવુંએ છે. અને આગળ વધવામાં જે મદદ કરે છે તેને ‘સમય’ કહે છે.
ઇશ્ર્વરે દરેકને ર૪ કલાકને નિશ્ર્ચિત સમય આપ્યો છે. તેને ઉપયોગ કરીને કેવી રીતે સાર્થક કરવો તે આપણા પર છે. સમય વિશે હિન્દીમાં એક કહેવત છે. અબ પછતાને સે હોત કયા, જબ ચિડીયા ચુગ ગઇ ખેત માનવ જીવન સમય સાથે જોડાયેલું છે. ભગવાને દરેકને જે નિશ્ર્ચિત અવધિ આપી છે. તેમાં એક ક્ષણની પણ વૃઘ્ધિ થવી અસંભવ છે. એક કહેવાય છે કે જે રાષ્ટ્રના વ્યકિત મહત્વને સમજી શકે છે તે જ રાષ્ટ્ર સમૃઘ્ધિ તરફ આગળ વધી શકે છે. સમયના સદ્દઉપયોગથી જ મનુષ્ય નિર્ધન, અમીન, નિર્બળ, સબળ, મૂર્ખ કે વિદ્વાન બને છે. સમયની કિંમત ધનથી અનેક ગણી વધારે છે. કારણ કે ધન ગુમાવીને પાછુ મેળવી શકાય છે. પણ ‘સમય’ કયારેય પાછો મેળવી નથી શકાતો.
સમયને માન આપવું હોય તો આજના સીનારીયો મુજબ એક ખાસ બાબતનું ઘ્યાન રાખવું આવશ્યક બની જાય છે, કે ડિઝિટલ નગરીની સફર જરૂર મુજબ જ કરવી, આજના યુવાનો માટે આ ખાસ જરૂરી છે. કારણ કે વ્હોટસ એપ, ફેસબુક વગેરેનો જો બિનજરુરી ઉપયોગ કરવામાં આવે તો સમયનું કદી ન ચૂકવી શકાય એટલું નુકશાન થાય છે.
દુનિયામાં જેટલા પણ મહાન લોકો થઇ ગયા તેણે સમયને માન આપ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પોતાનો સમય ખુબ જ સાવધાની અને બુઘ્ધિમાની પૂર્વક વ્યતિત કરતા હતા. તેથી જ તે મહાન બન્યા. તેવી જ રીતે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન પોતાના બાલ્યકાળમાં શાકભાજી વેચતા હતા. અને સાથે સાથે ભણતા હતા. તેના શિક્ષક થોમસ એડીસનને ખુબ બુઘ્ધિમાન સમજતા હતા અને કહેતા એક દિવસ આ બાળક કંઇક કરી બતાવશે.
તેણે જીવનની કઠોર પરિસ્થિતિઓનો સામનો કરવા છતાં પણ હિંમત નહોતી હારી અને સમયની સાથે તાલ મિલાવીને ચાલ્યા હતા અને તેના પરિણામે જ આજે આપણે પ્રકાશ વચ્ચે રહી શકીએ છીએ, તેણે બલ્બની શોધ કરીને માત્ર પોતાનું જ જીવન નહીં પૂરા વિશ્ર્વને રોશન કર્યુ. જેવી રીતે એક એક બુંદથી ગાગર ભરાય છે. તેવી રીતે એક એક ક્ષણથી જીવન બને છે જે વ્યકિત પોતાના જીવનમાં સમયનું મહત્તા સમજીને તેનો સદ્દઉપયોગ કરે છે, બદલામાં સમય પણ તેને સુખ, સમૃઘ્ધિ અને ઇચ્છીત વસ્તુ આપે છે.
આપણા દેશમાં લોકો જો સમયનો સૌથી વધુ દુરુપયોગ ન કરે અને બેકારની નિરર્થક વાતોમાં સમયને બેકાર બનાવવામાં ન આવે તો દેશ ફરીથી સોને કી ચિડિયા બની જાય, સમયનો સૌથી વધારે દુરુપયોગ મનોરંજનના નામ પર કરવામાં આવે છે. અને કહેવાય છે કે સમયનો સૌથી મોટો શત્રુ આળસ છે આપણે દરેક ભારત દેશના નિર્માતા છીએ, આપણે આપણા દેશની ઉન્નતિ માટે જીવનના પ્રત્યેક ક્ષણને સૃદપયોગ કરવો જોઇએ અને પ્રત્યેક કાર્યને નિશ્ર્ચિત સમયમાં પુરુ કરવાનો ભરપુર પ્રયાસ કરવો જોઇએ.
સમયથી મોટો શિક્ષક કોઇ નથી. તેથી જો જગતના દરેક લોકો જો સમયને સાચવતા અને માન આપતા થઇ જાય તથા જીવનની દરેક પરિસ્થિતિ તરફ સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે તો દુનિયા ખરેખર જીવવા જેવી બની જશે તેમાં બે મત નથી. ‘સમય’ જયારે પડદો ઉંચકે છે ત્યારે તેનું પરિણામ સુખદ જ હોય છે તેનું યથાર્થ રીતે ભાન થાય છ અને મનમાં એ ભાવ આવે છે જે થયું તે સારું થયું તેથી સમયને કયારેય કોસવો નહી અને તે સેલ્યુડ કરીને કહેવું જોઇએ કે હવેથી ગજ્ઞ ચીયતશિંજ્ઞક્ષ ગજ્ઞ ઈજ્ઞળાહફશક્ષ……
‘સમય’ વિશે કેટલીક રસપ્રદ વાતો
- સમયનો અને ‘૪’ના અંકનો અનેરો અને ગાઢ સંબંધ છે. તેથી જ સૃષ્ટીની શરૂઆતથી લઇને દરેક બાળકને ‘૪’ ભાગમાં વિભાજીત કરીને મનુષ્ય જીવન સાથે જોડવામાં આવી છે. જેમ કે ૪ યુગ, (૧) સતયુગ (ર) ત્રેતાયુગ (૩) દ્રાપર યુગ (૪) કળિયુગ આ વેદ (૧)ઋગ્વેદ, શામવેદ, યજુર્વેદ, અથર્વવેદ,
- પહોર પણ ૪ છે. સવાર, બપોર, સાંજ (સંઘ્યા) અને રાત્રિ, તેવી જ રીતે મનુષ્ય જીવનના તબકકા પણ ચાર જ છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃઘ્ધાવસ્થા
- સમયને દર્શાવતું મુખ્ય માઘ્યમ એટલે કે ઘડિયાલને પણ મુખ્ય ચાર
- ચરણ એટલે કે ૧ર, ૩,૬ અને ૯ માં દર્શાવવામાં આવે છે.
- ‘સમય’નો સૌથી મોટો દુશ્મન આળસ છે.
- ‘સમય’ને સિઘ્ધ કરવાની વિધિ વિચારોમાં સંકલ્પમાં સમાયેલી છે. સુંદર ભાગ્યનું નિર્માણ સુંદર અને સકારાત્મક વિચારોથી થાય છે.
- વૈજ્ઞાનિકોએ અને સંશોધકોએ મેળવેલી સફળતા અને મોબાઇલથી લઇને કાર સુધી દરેકમાં થયેલું પરિવર્તન ‘સમય’ની જ દેન છે.
- ટિક ટિક કરતું હ્રદયએ વાતની યાદ અપાવો છે કે સમય કયારેય થંભતો નથી. માણસનું હ્રદય ભલે થંભી જાય પણ જિંદગી થંભતી નથી.
સમય સાથે ચાલ્યા સિવાય છૂટકો નથી: ઉદ્યોગપતિઓનો એક સૂર
સમયની સાથે તાલમેલ મેળવવો જરૂરી: રવિરાજભાઈ ડોડીયા
રવિભાઈ ડોડીયા હીમાલીયાના માલીક એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે દરેક વસ્તુમાં સમય ખૂબજ મહ્ત્વ છે. સમયની જે રીતે માંગ હોય છે તે પ્રમાણે ચેન્જ લાવવા પડે. સમય સાથે ન ચાલો તો આપનાઝિનેશને અસર પહોચે છે. માર્કેટ ડીમાન્ડ પ્રમાણે ફેરફાર કરવા જ પડે નવી ટેકનોલોજી નવી જરૂરતો પ્રમાણે વસ્તુના આપી શકે તો આર્થિક નુકશાન જાય છે. સમય સાથે ચાલવાથી માર્કેટ પ્રમાણેની માંગ પ્રમાણે વસ્તુ આપવી પડે છે. નવી મશીનરી નવી પ્રોડકટ પણ આપવી પડે ૧૯૭૮થી અમારી હીમાલયા કંપની છે. તમે સમય પ્રમાણે શું બદલાવ લાવ્યા તે ખૂબ મહત્વનું છે. પહેલાના ગ્રાહકો કોમર્સીયલ હતા. ત્યારબાદ મોટી ઈન્ડસ્ટ્રી સાથે વ્યવસાય કરતા થયા. ત્યાંથી સમય પ્રમાણે ચાલતા શિખ્યા ગ્લોબલ ઈન્ડીયાના વિઝનમાં અમારૂ ફોકસ થયું છે. એકસપોર્ય કરવા તરફ વિચારીએ છીએ.
વ્યકિતગત કે વ્યવસાય જીવનમાં સમયની સાથે ચાલવું અનિવાર્ય: નિશાંતભાઈ શાહ
નિશાંત શાહ ઈપીપી કંપોઝરનાં માલીક એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સમયનું મહત્વ આપણે ત્રણ મહિનામાં જોઈલીધું છે. અત્યારે સમય પ્રમાણે ચોકકસ સમયમાં કામ પૂર્ણ કરવાની ડીમાન્ડ છે. સમયની સાથે જો આપણે ન ચાલીએ તો એ આપણી પરસનલ લાઈફ હોય કંપની હોય કે ઉદ્યોગ હોય જે સમય સાથે ન ચાલે એ નવી ટેકનોલોજીને નહી સ્વીકારીલે તો દરેક જગ્યાએ ટકવું મુશ્કેલ બને છે. એક સમયમાં નોકિયાના ફોન આવતા બધા વ્યકિત નોકીયાનો ફોન વાપરતા સમય સાથે બદલાવ ન આવતા નોકીયા કંપનીની સ્થિતિ આપણને સૌને ખબર જ છે. તેવું જ કોડાક કંપનીમાં પણ થયું છે. સમયની સાથે ચાલી ન શકયા કે સમયને પારખી ન શકવાના ઉદાહરણો છે. ઈપીપી સમયને પારખી સમય કરતા આગળ ચાલી એ છીએ. નવી નવી ટેકનોલોજી વધારી છે. ૪૦૦ કરોડએ કંપની પહોચવા પાછળનું એજ કારણ છે. ઈપીપી ઈન્જીનીયર ફીલ્ડની સાથે સાથે બીજા ફીલ્ડમાં આવવાના છીએ.
‘ટાઈમ ઈઝ મની’ સમય લોકોની સૌથી મોટી મૂડી: અમરભાઈ ઠકકર
કચ્છ શોપનાં અમરભાઈ ઠકકર એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે સમય જ મહત્વનો છે. અત્યારની ટેકનોલોજીને કારણે કોઈ કહી નહી શકે કે હું ફ્રી ન હતો. તમારી ટેકનોલોજીમાં સમય પ્રમાણે બદલાવ આવે તો ત્યારે તમારે પણ તે પ્રમાણે બદલાવ કરવો જોઈએ પહેલાના સમયમાં એમ્બેસેડર એ અકે નામના વાળી કંપની હોવા છતા બંધ થઈ ગઈ તો સમય સાથે તમારે બદલાવ લાવવો જ પડશે. સમયના બદલાવ ને સ્વીકારો છો તો તમને ખૂબજ ફાયદો થતો હોય છે. જયારે બધા ઉદ્યોગો બંધ હતા ત્યારે સેનેટાઈઝર કંપનીઓ ધમધમતી હતી એ કંપનીઓએ સમયને પારખી તે પ્રમાણે બદલાવ લાવવા તે લોકોને ફાયદો થયો. અમારી કંપનીએ સમય સાથે ચાલે છે. જીએસટી આવ્યું તો તેના પહેલા દિવસથીજ
અમે એ પ્રમાણે કામ કરતા થયા સેનેટાઈઝરનાં વ્યવસાયમાં પણ કાંઈક એવું જ થયુય. અમે પહેલાની જનરેશન જેમ હોય તેમ ચલાવતા હવે લોકો ચેન્જ થયા છે. બધુ જોઈને ખરીદતા થયા છે. સૌરાષ્ટ્ર અમારૂ નામ છે. પરંતુ હવે અમે ગુજરાતમાં નામના કરવા માટે તૈયાર છીએ.
સફળતા માટે સમય સાથે ચાલવું જરૂરી: મનોજભાઈ ઠકકર
આજના સમયમાં ‘સમય’નું ખૂબજ મહત્વ છે. પહેલાના સમયમાં જે ચાલતું તેવું આજના સમયમાં નથી ચાલતું સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે વૃધ્ધો કરતા આજના યુવાનો પાસેથી શીખવાનું છે. કોરોનાની આટલી મોટી મહામારી આવી વિશ્ર્વના બીજા કરતા ઓછી રહી છે. પરંતુ અત્યારે એ શિખવા મળ્યું કે પૈસાનું મહત્વ છે. આપણા જ્ઞાન માટે આ સમય પણ ખૂબ મહત્વ છે. આપણા પરિવારને સમય આપવો જોઈએ આત્મીય કોણ છે. અને કેવી રીતે જીવવું તે આ સમયમાં શીખવા મળ્યું છે. સમય પ્રમાણે ચાલવાથી સફળતા ચોકકસ મળે છે. કચ્છ શોપની જે વાત કરીએ તો ૩૦ વર્ષ સુધી કંપની ફંડીગમાંજ ફસાયેલું રહ્યું હતુ હવે જ વિકાસ તરફ વધ્યું છે. આ ધરતી મને ફળી છે. અહી સાયકલ લઈને આવતો અત્યારે ફોરવીલ છે. અમારી સાથે યુવાનો જોડાયા છે. તે અમેજે પચ્ચીસ વર્ષમાં કર્યું તે આવનારા પાંચ વર્ષમાં કરશે.
‘સમય’ની માંગ
સૃષ્ટિની શરૂઆતથી અત્યાર સુધીમાં ‘સમય’દ્વારા અનેક પરિવર્તનો આવ્યા છે. આદિકાળથી એટલે કે સતયુગથી લઇને અત્યારે ચાલી રહેલા કળિયુગ સુધીમાં ‘સમય’એ કરેલી પરિવર્તન પ્રક્રિયામાં પ્રકૃતિથી માંડીને જીવસૃષ્ટિ જોડાયેલ રહી છે. મૌન રહેતા સમયની ભાષા ઘણા લોકો આજે સમજી ચૂકયા છે ત્યારે એ દિશામાં સમયને સમજવા પ્રયત્નશીલ લોકોએ એ દિશામાં મંડાણ પણ કરી દીધા છે. ‘ધ સિકેટ ઓફ ટાઇમ’માં દર્શાવ્યાનુસાર ‘સમય’ સાથે ‘લો ઓફ અટ્રેકશન’નો સિઘ્ધાંત કામ કરે છે. એટલે કે મનુષ્ય જેવું વિચારે તેવું તેની સાથે થાય, પરંતુ અહીંએ સવાલ ઉલ્લેખનીય છે કે શું હાલ જે પરિસ્થિતિ છે તેવું તો કયારેય કોઇએ વિચાર્યુ જ ના હોય ને? તો આનો જવાબ એ હોય શકે કે આની પાછળ ડર, ભય, ચિંતા અંગેના વિચારો પણ એટલા જ પ્રબળ રીતે કાર્ય કરે છે. પ્રકૃતિ દ્વારા થયેલી હલચલ અથવા તો કોઇ નાની બીમારીએ જયારે પગ પેસારો સામાન્ય કર્યો હશે ત્યારે લગભગ દરેક લોકોના આ અંગે વધશે તો નહીંને? એ તરફના નકારાત્મક વિચારો ચાલ્યા હશે. અને લો ઓફ અટ્રેકશનના સિઘ્ધાંત મુજબ સમયાંતરે જે થતું આવ્યું તેનુ: ચિતાર સૌની સામે છે. તો હવે આનો ઉપાય શું એ વિશે જો વિચારવામાં આવે તો સમયનું ચક્ર રિપીટ થાય છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ બાદ ફરીથી સતયુગ લાવવો હોય તો સમગ્ર માનવ મને દ્વારા કમર કસવી પડશે એટલે કે સંકલ્પથી સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો દરેક વ્યકિત નવસૃષ્ટિનું નિર્માણ માટે આજથી અને અત્યારથી જ જોડાઇને એક સંકલ્પ કરે કે ‘જીવનની ર પરિસ્થિતિમાં સકારાત્મક અભિગમ જ કેળવીશું અને સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય તેવી શુભભાવના શુભકામના જ આપીશું ’ આવુ વિચારનાર દરેક વ્યકિત માટે એ ઘડીથી જ સતયુગ છે. વાકતમાં પણ ‘આઇ’ ના સ્થાને ‘વી’ લગાડી દેવાથી ઇબનેસ નું ‘વેલનેસ’બની જાય છે. તો માનવ મનના વિચારોની વિચારવા જેવી બાબત છે. પ્રત્યે ક માનવમન પછી સકારાત્મક હોય કે નકારાત્મક કેટલી અસર પડે તે આવું વિચારતો થઇ જશે તો માત્ર ભારત દેશ જ નહીં વિશ્ર્વમાં ફરી સોનેરી ક્રાંતિ આવી જશે અને વિશ્ર્વ ફરી એકવાર ‘સોને કી ચિડીયા’ બની જશે અને આજ સમયની માંગ છે.