પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મહામંડલેશ્વર પદ મેળવીને પરત ફરેલા બાપુએ ગામનું ગૌરવ વધારવા બદલ આનંદની લાગણી વ્યકત કરી
રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા કાગદડી ગામના ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુને પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળા દરમ્યાન મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે. જેથી કુંભ મેળામાંથી તાજેતરમાં પરત ફરેલા બાપુનું રાજકીય, સામાજીક આગેવાનો, ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરીને તેમનું સરઘસ યોજવામાં આવ્યું હતું. ગ્રામજનોએ બાપુનું સન્માન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. કાગદડી જેવા નાના ગામમાં ધર્મસેવા કરીને મહામંડલેશ્વર જેવું હિન્દુ સંત સમાજનું ઉચ્ચ પદ મેળવી બાપુએ ગૌરવ વધાર્યા બદલ ગ્રામજનોએ પ્રશંસા વ્યકત કરી હતી.
મહામંડલેશ્વરનું પદ મેળવનારા સાધુ જયરામદાસબાપુએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, મહામંડલેશ્વર તો ઘણા બધા સાધુઓ હોય છે. પણ મહત્વની વસ્તુઓ એવી હોય છે કે મહામંડલેશ્વર ખાતે જે કોઈ એક સંસ્થા કે મહામંડલેશ્વર ખાલસા ખોલતા હોય, વૈરાગી સમાજ સન્યાસી સમાજ અને ઉદાસીન સમાજ આમ ત્રણ પ્રકાર અલગ અલગ પડે. વૈરાગી સમાજના, ૩ અખાડા ઉદાસીનના ૨ અખાડા અને સન્યાસી સમાજના ૯ અખાડા પડે ઉદાસીન અને સન્યાસી ના કોઈ દી મહામંડલેશ્વર બને અને પોતાના અન્નક્ષેત્રો કે સંતસેવા અલગ નથી ખોલતા.
મહામંડલેશ્વર બનવું એ અગત્યની વાત નથી જો તમારી પાસે પૈસા હોય તો તમે બની શકો, જે સંસ્થા આજે ૩૦ વર્ષથી ચાલી આવતી હોય અને ઈ સંસ્થાના મહામંડલેશ્વર બનવું કે જેના નીચે બીજી ૧૦ થી ૨૦ સંસ્થા જોડાયેલી હોય અને એ ૧૦-૨૦ સંસ્થાના બધા જ મહંતો દ્વારા કોઈ એક વ્યક્તિની નિમણૂંક કરવામાં આવે અને મને જે પદ મળ્યું છે તે ગુજરાત, રાજસ્થાન, કરીયાણા અને એમપીની અંદર ફેલાયેલી સંસ્થા છે.
અખીલ ભારતીય ખેડા હનુમાન પ્રત્યાંન નગર ખાલસા, અખીલ ભારતીય ખેડા હનુમાનનગીની સંસ્થા ચિત્રકુટમાં ભાગવત આરાધના આશ્રમ, રાજસ્થાનમાં શ્યામ મંદિર નિવાર્ણા અને ખેડા પ્રત્યાંક હનુમાન, એમપીની અંદર ડબરા ગામની અંદર શ્યામ મંદિર અને દ્વારકેશ મંદિર ત્યારપછી સોની પથની અંદર બાકેબીહારી મંદિર આવી ઘણી સંસ્થાઓ જોડાયેલી છે અને ઈ સંસ્થાના કે જે બધા મહંતોની જે ગુરુકુપા શકય નથી.
આપણા શાસ્ત્રોમાં એક માગ માસમાં એક ઉલ્લેખ લખેલો છે કે જયારે માગ માસની અંદર સૂર્ય મકકર રાશીમાં આવે ત્યારે એવું કહેવામાં આવે કે ત્રિવેણી સંગમ ખાતે દેવ દાનવ યજ્ઞ, કિન્નર બધા જ પોતાના જે કોઈ સ્વપે આવે છે. એક ઈલ્હાબાદ પ્રયાગરાજ ખાતે માગ મહિનામાં એક એવી વસ્તુ છે કે તમે હરીહરની હાકલ કરો પણ ગમે એટલું તમે બનાવ્યું હોય અને જે નિવાસ બનાવેલ હોય અને એ નિવાસની અંદર જો દેવો પણ સ્નાન કરતા આવતા હોય તો ખરેખર હિંદુ ધર્મના એક પર્વ તરીકે સહતકાર પર ઉજવણી હોય.
તો વધુમાં વધુ આપણા વિસ્તારમાં બહું ઓછા લોકો લાભ લે છે. કલ્પવાસ તો બહું ઓછા લોકો કરે છે રણછોડબાપા છે. જેમને મારી સાથે બે કલ્પવાસ પુરા કર્યા છે. બાકી કોઈએ કર્યો નથી તે સીવાય એક નવું ઉદાહરણ જાણવા મળ્યું. સેકટર નંબર ૪ની અંદર અજમેરની બાજુનો એક યુવાન સાધુનો ખાલસો હતો.
ત્યાં રાત્રે પંગત પુરી થયા પછી. ૮-૯ વાગ્યે ત્રણ સ્ત્રીઓ, પોતાના ખોરાક માટે આવી તેમણે કહ્યું કાંઈક ખાવાનું આપો પણ તેમને લોકોએ કાઢી મુકી. ત્યારપછી જે બનાવ બન્યો તે સાયન્સ કે લોકો માનવા તૈયાર નથી પણ મારી આંખે જોયેલું છે. એટલા માટે સવારે જયારે એ લોકોએ જોયું ત્યારે પોતાના કોઠામાં ઘીના ટીપા, ઘીના ડબ્બા ભરેલા સીલ એમનમ તેમાં ઘી નહીં.
તેલના ડબ્બા એમનમ શીલપેક પણ એમાં તેલ નહીં, ખાંડની બોરીઓ થપ્પી હતી. બધાની સલાહ લીધી ને પુછપરછ કરી તો તાંત્રીકવિધિ કે કાંઈ પણ હોય શકે તેવું જણાવ્યું ત્યારબાદ સંતો-મહંતોએ કહ્યું કે, આ ઈલાહાબાદની અંદર અધિષ્ઠાત્રી દેવી આલોપી દેવી છે તમે તેનો સંપર્ક કરો. ત્યારે તેમને અલોપી દેવી ગંગાજી અને યમુનાજી ત્રણેય માં પ્રસાદ ચડાવી માંફી માંગી અને બીજા દિવસે બે ડબ્બા ઘી, એક તેલ અને એક બોરી ખાંડ અને દાડ અને ચાવલ પોતે જ ભરાઈ ગયું. આથી એક એવો સંદેશ છે કે હિંદુ ધર્મ અને હિંદુ શાસ્ત્રમાં એક એવું શાસ્ત્ર છે. જો એકવાર લોકો કલ્પવાસ અને માંગમેળાની અંદર લાભ લે તો સ્નાનના મહત્વને સમજે. એટલો સંદેશ છે મારો આજના યુગમાં યુવાનોને ૨ સંદેશ મારા હિંદુ ધર્મનો જે કાંઈ પ્રસાર અને હિંદુ ધર્મની હિંદુત્વતાને નષ્ટ કરવાને એની જે પ્રક્રિયા ચાલી છે. એમાં મહત્વનો ભાગ ભજવતા હોય જયારથી મુસ્લીમ સલ્તનતથી માસ અને મંદિરા જે તમારા ઈષ્ટોને ભ્રષ્ટ કરે છે એનાથી દૂર રહી સમાજ માટે કાંઈક કરી શકે તે મહત્વનું છે.