રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નવાસુકાનીઓનો પદગ્રહણ સમારોહ યોજાયો
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નવા સુકાનીનો પદગ્રહણ સમારોહ યોજાઇ ગયો. આ બાબતે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા પ્રેસીડન્ટ કુનાલ મહેતા, સેક્રેટરી અપૂર્વ મોદી, નિલેશ ભોજાણી, જયદેવ શાહ અને જય દિપ વાઢેરે વિશેષ વિગતો આપી હતી.
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના વર્ષ 2022-23 ના નવા સુકાની રોટેરિયન કુનાલ અશોક મહેતા અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ડિસ્ટ્રીકટ 3060 ના ડિસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન શ્રીકાંત ઇન્દાનીની ઉ5સ્થિતિમાં તા. 10 જુલાઇ રવિવારના રોજ યોજાઇ ગયો
ત્યારબાદ વિદાય લેતા ગત વર્ષ ના કલબ પ્રેસિડેન્ટ રોટેરીયન પરેશ કાલાવડીયાએ પોતાના વકતવ્યમાં તેમના વર્ષ દરમિયાન થયેલા પ્રોજેકટસ ની વિગતો આપી અને રો. કુનાલ મહેતાને રોટરી કોલર પહેરાવીને નવા સુકાની તરીકે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડીસ્ટ્રીકટ ગવર્નર શ્રીકાંત ઇન્દાનીએ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના 36માં સુકાની રો. કુનાલ અશોક મહેતાને વર્ષ 2022-23 પ્રેસિડેન્ટ તરીકે શપથવિધી કરાવી. ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ગવર્નર દ્વારાસેક્રેટરી તરીકે રો. અપૂર્વ મોદી અને સમગ્ર બોર્ડ મેમ્બર્સની શપથવિધી કરવામાં આવી હતી.
નવા વરાયેલા પ્રમુખ રોટેરિયન કુનાલ મહેતાએ વર્ષ 2022-23 દરમિયાન હાથ ધરવામાં આવનાર વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓનો ટુંકમાં ચિતાર આપ્યો હતો. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા છેલ્લા 3પ વર્ષ દરમિયાન કરવામાં આવેલા સમાજ ઉપયોગી પરમેનન્ટ પ્રોજેકટસની વિગતવાર માહીતી સાથેના કોર્પોરેટ કેટલોગનું ડીસ્ટ્રીકટ ગવર્નર દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદેથી બોલતા ડિસ્ટ્રીકટ ગવર્નર શ્રીકાંત ઇન્દાનીએ જણાવ્યું હતું કે, રોટરી સાત ક્ષેત્રોમાં કાર્યરત છે. આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણની જાળવણી એ તેમના મુખ્ય ઘ્યેય છે. અને એ ઘ્યેય સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના બનેલા ડિસ્ટ્રીકટ 3060 ની 11પ થી વધુ કલબોમાં પ હજારથી વધુ સભ્યો આગળ વધી રહ્યા છે. સૌનો સાથ સૌના વિકાસ એ માન્યતામાં દઢ શ્રઘ્ધા ધરાવતી રોટરી સમાજના સર્વાગી વિકાસ માટે કટિબઘ્ધ છે.
આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત નાગરીકો, ઉઘોગપતિઓ અને શહેરની અન્ય રોટરી કલબના પ્રેસિડેન્ટ- સેક્રેટરી સહીત શહેરના ગણમાન્ય પ્રતિનિધિઓ ઉ5સ્થિત રહ્યા હતા.આભાર વિધિ નવા વરાયેલા સેક્રેટરી રો. અપૂર્વ મોદીએ કરી. છેલ્લે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.આ પ્રદગ્રહણ સમારોહને સફળ બનાવવા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર ના તમામ મેમ્બર્સે ભારે જહેમત ઉઠાવી હતી.