મનુષ્ય સહિતનાં તમામ પ્રાણીઓના ‘દાંત’ એક મહત્વનો અંગ છે. જેમ શરીરના બીજા ભાગોની જરુર હોય છે. તેમ દાંતનું પણ મહત્વ રહેલું છે. પોષણ મેળવવા માટે લેવાતા ખોરાકને ચાવવા દાંતની જરુર પડે છે. દાંતથી ખોરાકને ચાવીને તેનાથી ટુકડા નાના ભાગમાં વિભાજીત કરે છે. જેથી તે અન્ન નળીમાં સરળતાથી જઇ શકે. આપણને દાંતમાં સમયાંતરે વિવિધ પ્રકારના રોગો થતાં હોય છે. આ રોગોની સારવાર શું હોય છે તેના પર ‘અબતક’ની ટીમે ખાસ અહેવાલ તૈયાર કર્યો છે.
દાંતની સફાઇ માટે દંતમંજન કરતા ટુથપેસ્ટ હિતાવહ: ડો. આશિષ મકવાણા
આર્ષદીપ હોસ્પિટલના ડો. આશિષ મકવાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઇન્ડીયન ડેન્ટલ એસોસીએશનના મત પ્રમાણે દંતમંજન કરતા ટુથપેસ્ટ હિતાવહ ગણી શકાય કારણ કે દંતમંજનનો ઉપયોગ કરવાથી દાંતમાં જગ્યા પડતી હોય છે સાથે જણાવ્યું હતુ કે ચીકણી વસ્તુ જેવી કે ચ્યુંગમ, આઇસ્કીમ ઓછું ખાવું અને દિવસમાં બે વખત બ્રશ કરવું જોઇએ.
દાંતના દુખાવાની પ્રાથમીક ધોરણે સારવાર કરવી જરૂરી: ડો. મેહુલ લાલસેતા
લાલસેતા શ્રઘ્ધા હોસ્પિટલના દાંતના નિષ્ણાંત ડો. મેહુલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દાંતની તકલીફમાં દુખાવો છે જે ખુબ જ અસહ્યા થાય છે. તેથી દાંતના દુખાવાને એવું પણ કહેવાય છે કે પ્રસુતિ સમયની પીડા જેવી જ દાંતના દુખાવાની પીડા છે. વધુમાં કહ્યું કે દાંતના બે પ્રકાર હોય છે દુધીયા દાંત અને કાયમી દાંત, દુધીયા દાંત બાળકોમાં છ મહિનાની ઉમરથી ત્રણ વર્ષ સુધી આવતા હોય છે.
અનેક અને કાયમી દાંત છ વર્ષની ઉમરથી આવવાના શરુ થાય છે અને વીસ વર્ષ સુધી આવે છે ખાસ તો દુધીયા દાંત સાચવવા માટે નાના બાળકોને ગળી વસ્તુ ઓછી આપવી જોઇએ અને જો આપો તો તરત જ બ્રશ કરાવવું અને દુધીયા દાંત પર ઘ્યાન ન હખાય તો દાંત કાયમી વાંકા ચુકા રહેવાની શકયતાઓ છે.
દાંતની તકલીફ વિશે જણાવતા ડોકટરે કહ્યું કે દાંતનો દુખાવો, પેઢામાંથી લોહી નીકળવું, પેઢા ફુલી જવા, મોઢામાં ચીકાસ રહેવી, મોઢામાંથી દુર્ગંધ આવી, વાકા ચૂકા દાંત, દાંત પીડા પડી જવા તેવા સામાન્ય રોગો થતા હોય છે.
દાંતના મુખ્ય ત્રણ પડ હોય છે. જે આપણે જોઇ શકીએ અને પ્રથમ પડ ઇનેમલ, બીજું ડેન્ટીન અને ત્રીજું પલ્પ હોય છે.જો પ્રથમ પડના સળો થાય અને એની સારવાર ન થાય તો ત્રીજા પડ સુધી સળો પ્રસરી જાય છે.
શરીરનો આધાર દાંત: ડો. મૈત્રીય ભાલોડીયા
હર્ષા ડેન્ટલ કલીનીકના ડો. મૈત્રીય ભાલોડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે શરીરનો આધાર દાંત છે. દાંતની ચોખ્ખાઇ જળવાય રહે તે માટે દરરોજ બ્રશની સાથે સાથે દર આઠ મહીને દાંતની સફાઇ કરાવવી જોઇએ. દાંતની મજબુતીનો આધાર ફલોહાઇડ હોય છે. માટે જયારે કોઇ ચીકણો ખોરાક લ્યો ત્યારબાદ કોગળા કરવા જરુરી છે. જેથી દાંત ચોખ્ખા રહે તેમજ દાંતના રોગોનું મુખ્ય કારણ દાંતની અપુરતી સફાઇ છે જેથી દાંતની યોગ્ય રીતે સફાઇ થવી જોઇએ.
શરીરમાં દાંત એક મોતી સમાન: ડો.બ્રિન્દા
વી.એમ. કણસાગરા ડેન્ટલ કલીનીકના ડો. બ્રિન્દાએ જણાવ્યું કે દાંતએ મોતી સમાન છે. ખાસ તો દાંતણ દાંત માટે ખુબ જ ફાયદાકારક છે. દાંત પીળા પડવાના કારણો વિશે પુછતા જણાવ્યું કે ચીકણો ખોરાક લઇને દાંતની સફાઇ ન કરવામાં આવે તો દાંતમાં કચરો જમા થાય છે અને દાંત પીળા પડે છે. પાપરીયા પેઢાનો રોગ છે. પેઢાના રોગમાં બે દાંત વચ્ચેનો પેઢા ઉતરી જાય છે અને બીજું કારણ સળો છે.
ન્યુટ્રીશ્યન્સ અંજલી ગુજેરા ત્રિવેદીએ જણાવ્યું કે સૌ પ્રથમ દાંતને મજબુત બનાવવાં ફલોરાઇડયુકત ખોરાક લેવું જોઇએ. જેમાં શાકભાજી, ફળનો સમાવેશ થાય છે. ત્યારે ખાસ તો ડ્રાયફુડ લેવામાં આવે તો દાંતને પોષણની સાથે મસાજ પણ મળશે. વિશેષ જ ડેરી પ્રોડકટ છ. તે હાડકા અને દાંત બન્નેને રક્ષણ અને મજબુતી પ્રદાન કરે છે. ઘણા લોકો ગળ્યુ ખાવાના શોખીન છે જે આવા લોકોએ જમ્યા બાદ બ્રશ ફરજીયાત કરવું જોઇએ.
ઉપરાંત સ્ટાર્ચી ખોરાક જેવા કે બટેટા ભાત જમ્યા બાદ તુરંત જ બ્રશ અથવા કોગળા કરી લેવા જોઇએ. દાંત ખરાબ ના થાય તે માટે લીલા શાકભાજી ફળો અને ડેરી પ્રોડકશ લેવી હિતાવહ.
દાંત સીધ્ધા ઉગાડવા દુધીયા દાતનું રક્ષણ જરૂરી: ડો. કૃપા ઠકકર
ડો. ઠકકર ઈ.એન.ટી. ડેન્ટલ હોસ્પિટલમાં કૃપા ઠકકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાસતો દાંત ઉગવાની એક સાયકલ હોય . જે હાલની પેઢીની ખાણી પીણીની આદતોને કારણે ખિઈ ગઈ છે. જેના કારણે વાકાચુકા દાતની તકલીફ વધી છે. દુધિયો દાંત કાયમી દાંતની જગ્યા રોકવા માટે હોય છે.જો દુધિયે દાત વેલો કાઢવામાં આવે તો દુધિયા દાતની જગ્યા સંકોચાય છે. અને કાયમી દાત બીજી જ જગ્યાએ આડો ઉગે છે.
દુધિયા દાત યોગ્ય સમય પહેલા ખરે છે.જે થક્ષ જડબુ સંકોચાય છે. અને કાયમી દાત આડા ઉગે છે.દુધિયા દાત વેલા પડી જવાથી ડાપણ દાઢ ઉગે ત્યારે કાન અને માથાનો દુખાવો થાય છે. પહેલાના માણસોને ૩૨ દાત જડબામાં જોવા મળતા જયારે હાલમાં ૨૮ દાત પણ સમાતા નથી.
નેચરલ કેમીકલ
દાંતમાં સળો અટકાવે છે ડિસેન્સેટાઈઝન દાંતમાં થતી કળતર સામે રક્ષણ આપે છે
કેમીકલ્સ
પોટેશિયમના ઉપયોગને કારણે દાંતમાં સેન્સેટીવીટી વધે (બને તો યુઝ ન કરવી)
નેચરલ મેડીસીન
દાંતને કેવેટીશ અને બેકટેરીયા સામે રક્ષણ આપે
નેચરલ ગ્રીન
દાત માટે હિતાવહ
બ્રશ કઈ રીતે કરવું?
ફોટામાં બતાવ્યા મુજબ બ્રશને ઉપરથીનીચે લઈ જવું અને જયારે નીચેના દાંત સાફ કરવામાં આવે ત્યારે નીચેથી ઉપર તરફ લઈ જવું. અને બ્રશ હળવા હાથે કરવું.
વાંકાચુકા દાતની ટ્રીટમેન્ટ
દાંત સીધા કરવા માટે બ્રેસીસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પહેલા માત્ર મેટલના બ્રેસીસ બનાવાતા પરંતુ હાલમાં કલર ફૂલ બ્રેસીસ આવી ગયા છે. આ ઉપરાંત સિરામીક બ્રેસીસ, ટ્રાન્સપરન્ટ બ્રેસીસ તે પણ ટ્રેન્ડમાં છે. બ્રેસીસ ટ્રીટમેન્ટ બાદ રિટેન્સની પ્લેટસ મૂકવામાં આવે છે. અને આમ ટ્રીટમેન્ટ પૂર્ણ થાય છે. ટ્રિટમેન્ટ પૂર્ણ થવાનો આધાર જે તે વ્યકિત પર હોય છે.
મીસીંગ દાંતને રીપ્લેસ કરવાની ટ્રીટમેન્ટ ઈમપ્લાન્ટ ટ્રીટમેન્ટ
ઈમપ્લાન્ટ ટ્રીટમેન્ટમાં જે દાંત સળી ગયો હોય જેને બચાવવો શકય જ ના હોય તેવા દાંતને કાઢી પેઢામાં સ્ક્રુ ફીટ કરવામાં આવે છે.
આ સ્ક્રુ બાયોકામ્પેરિયલ મટિરિયલ હોય છે. જે હાડકાનું જોડાણ સર્જે છે. અને નવા મૂળનું સર્જન થાય છે. આ ઉપરાંત ઈમપ્લાન્ટ ચોકઠુ પણ બેસાડી શકાય છે. જે નવા દાંત જેમ ગણી શકાય