શહેરના રામનાથપરા સ્મશાનગૃહમાં ઇલેક્ટ્રીક ચીમની બંધ છે. કોરોનાના સેક્ધડ વેવની શરૂઆતમાં જ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ભારે ગેરવ્યવસ્થા અને અંધાધુંધી સર્જાયેલ હતી તે સમયે પણ કોંગ્રેસપક્ષના પ્રતિનિધિ મંડળે કલેકટરનું ધ્યાન અંતિમવિધિના સુચારુ આયોજન માટે ગંભીરતાથી દોરેલું હતું.
ત્યારબાદ જે અન્વયે કોવીડ-નોન કોવીડ મૃત દેહોના અંતિમ સંસ્કાર માટે નજીકના ગામોના સ્મશાનગૃહોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ યાદીમાં જણાવ્યું હતું.
વારંવાર કેન્દ્ર અને રાજ્ય સરકારના ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરતા વહીવટી તંત્રને હાલની આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સ્મશાન ગૃહની ભઠ્ઠીઓના સમાર કામ તથા રીપ્લેસમેન્ટ કે વૈકલ્પિક આયોજન માટે ફરી ધ્યાન દોરવું પડે એ શરમજનક બાબત છે.
રામનાથપરાએ સમગ્ર રાજકોટ માટે શ્રધ્ધા અને આસ્થાનું સ્થળ છે ત્યારે ત્યાના વિદ્યુત સ્મશાનગૃહને લાંબા સમયસુધી બંધ રાખવું પડે તે વ્યાજબી નથી અને આપણી સંસ્કૃતિમાં જીવનના તમામ સંસ્કારો જેટલું જ મહત્વ અંતિમ સંસ્કારને પણ અપાયેલું છે ત્યારે સત્વરે આ મહામારીથી પીડિત પ્રજાના સામાજિક રોશને ધ્રુણામાં બદલતા અટકાવવા મહાનગરપાલિકા સત્વરે સુચારુ વ્યવસ્થા ગોઠવે તેવું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.
ઉપરાંત તેઓએ જણાયું હતું કે, કોરોના મહામારી સમયે સમગ્ર દેશમાં એલોપેથીક ડોકટરો મોખરાની હરોળમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે દેશમાં 18મી સદીની માનસિકતા ધરાવતા બાબા રામદેવ ઉપર કડક કાર્યવાહી કરી તેમને માફી માંગવાની તથા તેના વાહીયાત વિધાનો પાછા ખેંચવાની ફરજ પાડવામાં આવે આ મહામારી સમય દરમ્યાન તેમના ગાંડપણભર્યા સ્વાર્થી વિચારોની અભિવ્યક્તિ પર પ્રતિબંધ લાદવામાં આવે.
હાલમાં વાઈરલ થયેલ વિડીયોમાં દર્શાવેલ ભાજપના ધારાસભ્ય વી.જી.ઝાલાવડિયાને તત્કાલ ગેરલાયક ઠેરવી તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, સદરહુ ધારાસભ્ય દ્વારા દર્દીને અપાયેલ ઇન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ કરવામાં આવે, ઉપરોક્ત ધટનાક્રમ વખતે ઉપસ્થિત તમામ તબીબી અધિકારીઓને કારણદર્શક નોટીસ આપી શિસ્તભંગના પગલા લેવામાં આવે.હાલની રાષ્ટ્રીય આપદા વેળા આપણે સૌ જવાબદાર નાગરીકો જરૂરી વિવેક અને શિસ્તનું પાલન કોઈની સેહ શરમ વગર કરીએ અને કરાવીએ તે જ ભારતમાતાની સેવા છે.