સલામતિ માટે ભાદર-ર ડેમ ખાલી કરો: બળવંત મણવર
આ વર્ષે શરૂઆતી દૌરમાં જ પડેલા ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના લગભગ બધા જ ડેમોની જળ સપાટી વધી છે અને મોટાભાગના ડેમો છલકાયા છે. ત્યારે ગુજરાત વોટર સપ્લાય બોર્ડના સદસ્ય બળવંતભાઇ મનવરે ભૂતકાળમાં ૨૦૧૫માં થયેલી હોનારત ફરી ન સર્જાય તે માટે ભાદર-ર ડેમને સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવે જેથી ભાદર-૧ ડેમનું પાણી ભાદર-ર માં આવે તો ભૂતકાળમાં સર્જાઇ હતી. તેવી હોનારતથી બચી શકાય. તેમણે પાણી પુરવઠા વિભાગને પત્ર પાઠવી જણાવ્યું છે કે આ સાથે ભાદર-૧ ડેમ ઓવરફલો ને કારણે અડધાથી વધારે દરવાજા ખોલવામાં આવે છે. ત્યારે ભાદર-ર ડેમમાં ખુબ જ પાણી આવે છે. આવા સંજોગોમાં સાવચેતી જાળવી અને ભાદર-ર ડેમનું પાણી સપૂર્ણ ખાલી કરી નાખવું જોઇએ. અને ભાદર-૧ નું પાણી ભાદર-ર ડેમમાં આવે તો ઘણા બધા ભાગનો પાણીનો ફલો ભાદર-ર ડેમમાં સમાઇ જાય અને વધારે પાણી આવે અને ભાદર-ર ડેમ ઓવરફલો થાય એ પહેલા ડેમના દરવાજા ખોલવા જોઇએ.
ભાદર-ર ડેમના દરવાજા માછલાનો શિકાર કરતી હોડીને બચાવવા માટેનું કારણ હતું. પરંતુ સાવચેતીરુપે અગાઉ દરવાજા ખોલી નાખવા જોઇએ તે ન ખોલીને ભૂલ કરી જેને કારણે લાખો રૂપિયા ની નુકશાની ગઇ, ખેડુતોની જમીન ઘોવાઇ ગઇ આ અંગેની ઇન્કવાયરી કરાવી માહીતી ધારા હેઠળ માહીતી માંગી પરંતુ ડેમના સ્થળ ઉપરના રજીસ્ટરમાં જે કલાકે કલાકે ની પરિસ્થિતિની નોંધ થતી એ બધી નોંધ બદલીને નવુ રજીસ્ટ્રર બનાવીને કર્મચારીએ રેકર્ડ સાથે છેડછાડ કરી બચાવ કર્યો આ બાબતે કલાકે- કલાકની માહીતી લેતા રૂબરૂ માણઇને મોકલતા આ બધી જાણ થઇ હતી. તો આવતા દિવસોમાં આવા બનાવ રીપીટ ન થાય તે માટે ડેમ સાઇટ ઉપર ચોકકસ જવાબદાર કર્મચારીને મુકવાની પણ માંગ કરવામાં આવી છે.
૨૪ કલાક સ્ટેન્ડ અપ નિરીક્ષણ થવુઁ જોઇએ અને બંને ડેમના પાણીની પરિસ્થિતિ મુજબ સંકલન થવું જોઇએ. જેવું ભાદર-૧ ડેમમાંથી પાણી છોડે અને તે પાણી ભાદર-ર ડેમમાં પહોચે એ પહેલા ભાદર-ર ડેમનું પાણી દરવાજા ખોલી નદીમાં છોડી દેવું જોઇએ તો આ અંગે યોગ્ય કરવા જેવી વિગતો દર્શાવી રજુઆત કરવામાં આવી છે.
તાજેતરમાં પડેલ ખુબ જ વરસાદને કારણે ધ્રોલ જોડીયા ના ઉંડ ડેમમાં તથા દ્વારકા જીલ્લાના ડેમમાં પાણી ભરાયા બાદ દરવાજા ખોલતા ખેડુતોની હજારો વિઘા જમીન ઘોવાઇ ગઇ છે. આ અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગ છે.