જિમ-એક્સરસાઇઝ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ જો એને સમજ્યા-વિચાર્યા વગર કરો તો ઇન્જરી થવાની શક્યતા છે; કારણ કે આ એક્સરસાઇઝ મશીન સાથે કરવાની હોય છે : રિસર્ચ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં જિમ-ઇન્જરીઝમાં ૩૫ ટકાનો વધારો થયો છે ત્યારે જાણીએ કે કોને જિમમાં ઇન્જરી થતી હોય છે અને એનાથી બચવા શું કરવું જોઈએ
ફિટનેસનું ધ્યાન રાખવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે અને એ ફિટનેસ માટે એક્સરસાઇઝ મહત્વની છે. એક્સરસાઇઝ કરવાના ઘણા જુદા-જુદા પ્રકાર છે જેમાંથી એક પ્રકાર છે જિમિંગ.
જિમ-એક્સરસાઇઝમાં મોટા ભાગે જે વસ્તુઓ આવે છે એ છે કાર્ડિયો મશીન્સ અને વેઇટલિફ્ટિંગ. કોઈ પણ વ્યક્તિ જિમ શરૂ કરે એની પાછળ જુદાં-જુદાં કારણો હોય છે. એક એવો વર્ગ છે જે પોતાનું વજન ઉતારવા માગે છે, એક એવો વર્ગ છે જે પોતાનું વજન વધારવા માગે છે અને એક એવો વર્ગ છે જે બોડી બનાવવા માગે છે તો એક એવો વર્ગ પણ છે જે ફિલ્મસ્ટાર્સી અભિભૂત થઈને જિમ ચાલુ કરે છે.કારણ કોઈ પણ હોય, ટેક્નિકલી જોઈએ તો કાર્ડિયો-એક્સરસાઇઝ અને વેઇટલિફ્ટિંગ બન્ને શરીર માટે અત્યંત જરૂરી અને ફાયદો પહોંચાડતી એક્સરસાઇઝ છે. પરંતુ જ્યારે એને સમજ્યા- વિચાર્યા વગર મશીન્સના સહારે કરવામાં આવે ત્યારે શરીરમાં તકલીફો ઊભી થઈ શકે છે. આજકાલ જ્યાં જિમ જવા માટે એક વર્ગ ક્રેઝી થઈ રહ્યો છે તો એક વર્ગ એવો પણ ઊભો થઈ રહ્યો છે જે જિમ નહીં જવા માટેની પેરવી કરી રહ્યો છે.
આ વર્ગમાં સામાન્ય લોકો જ નહીં; ઘણા હેલ્થ પ્રોફેશનલ્સ, વેઇટલોસ પ્રોગ્રામ હેન્ડલર, ફિઝિયોથેરપિસ્ટ અને ડાયટિશ્યનનો પણ સમાવેશ થાય છે. જિમ-એક્સરસાઇઝી ઇન્જરીનું રિસ્ક ઘણું વધે છે એવું એ વર્ગનું માનવું છે જેથી તેઓ જિમ ન જ કરવું જોઈએ એવી સલાહો આપે છે. જોકે અત્યારે આપણે જે ઇન્જરીની વાત કરવાના છીએ એ ફક્ત સ્નાયુઓ અને હાડકાં સંબંધિત જ ઇન્જરી છે. કયા લોકો જિમમાં ઇન્જરી પામે છે? ઇન્જરી થવા પાછળ કયાં કારણો જવાબદાર છે? આ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ.
રિસર્ચ
અમેરિકાની અર્કાન્સસ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ છેલ્લાં પાંચ વર્ષોમાં જિમ-ઇન્જરીઝમાં ૩૫ ટકાનો વધારો થયો છે, જેની પાછળનાં કારણો પણ ઘણાં જ રસપ્રદ છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે લોકો જિમમાં એક્સરસાઇઝ તો એક કલાક જ કરે છે, બાકીનો સમય આખો દિવસ જેમનું પોશ્ચર ખરાબ હોય અવા તો કહીએ કે ખોટું હોય તેમને જિમમાં ઇન્જરી વાની શક્યતા ખૂબ જ વધી જાય છે; કારણ કે જેમનું પોશ્ચર ખોટું છે.
તેમનું સમગ્ર મસ્ક્યુલોસ્કેલેટલ સ્ટ્રક્ચર જ નબળું હોય છે. નબળા સ્ટ્રક્ચર સાથે જ્યારે તમે વજન ઉપાડો કે વધુ ઍક્ટિવિટી કરો તો તમારા શરીરમાં ઇન્જરીનું રિસ્ક વધી જ જાય છે. આ સિવાય રિસર્ચમાં બીજું પ્રમુખ કારણ જે જોવા મળ્યું એ મુજબ લોકો વગર વિચાર્યે થોડા સમયમાં ઘણું વધુ કરવાનું વિચારે છે. તેઓ સમજતા ની કે થોડા દિવસમાં ઘણું વધુ આગળ વધી જવું બરાબર નથી. શરીરને એ એક્સરસાઇઝ માટે તૈયાર કરવું જરૂરી છે. જલદી ગોલ્સ અચીવ કરવાના ચક્કરમાં મોટા ભાગના લોકો ઇન્જરીનો ભોગ બને છે.
ઓબીસ કે ઓવરવેઇટઆ એક એવો વર્ગ છે જે જિમ એટલે જાય છે કે એ વજન ઉતારવા માગતો હોય છે. મોટા ભાગે ઓબીસ લોકો બેઠાડુ જીવન જીવતા હોય છે. આ બેઠાડુ જીવન જીવતાં-જીવતાં તેમના સ્નાયુઓ નબળા પડે છે. જ્યારે અચાનક જ તે એક્સરસાઇઝ શરૂ કરે ત્યારે તેમના નબળા સ્નાયુઓને લીધે સાંધાઓ પર વધુ માર પડે છે. વધુ માર પડવાને લીધે ઇન્જરી વાની શક્યતા વધી જાય છે.
આ બાબત સમજાવતાં ફોર્ટિસ હોસ્પિટલ, વાશીના ક્ધસલ્ટન્ટ ર્ઑોપેડિક સર્જ્યન ડોકટર કહે છે, અમારી પાસે મોટા ભાગે આવા દરદીઓ આવે છે જે વજન ઉતારવાના ચક્કરમાં આવી ઇન્જરી કરી બેસે છે. મહત્વનું એ છે કે આવા દરદીઓએ એટલે કે જે ઓબીસ છે અને જેમને એક્સરસાઇઝનો કોઈ અનુભવ ની તેમણે એકદમી જિમ જોઇન ન કરવું જોઈએ.
પહેલાં તેમણે એ માટેની તૈયારી કરવી જરૂરી છે. એ માટે પહેલાં સાદું વોકિંગ અને પછી બ્રિસ્ક વોકિંગ કરી શકાય. ડાયટી થોડું વજન ઓછું કરવું જોઈએ, કારણ કે વધુ વજનનો પૂરો ભાર ઘૂંટણ પર આવે છે. એને કારણે કાર્ટિલેજ ડેમેજ થઈ શકે છે. અમારી પાસે ઘૂંટણની ઇન્જરીવાળા આવા ઘણા દરદીઓ આવતા હોય છે જે ખૂબ જ સામાન્ય ઇન્જરી છે અને ઘણા લોકોને થાય છે.
વેઇટલિફ્ટિંગજિમમાં મોટા ભાગે તેમને જ ઇન્જરી વધુ થતી હોય છે જેમણે નવું-નવું જિમ શરૂ કર્યું હોય. જે લોકોને આદત છે તેમને ઇન્જરી થતી નથી અવા તો કહીએ કે ઓછી થાય છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, વેઇટલિફ્ટિંગ સ્નાયુઓને મજબૂત કરવા માટે કરવામાં આવતી એક્સરસાઇઝ છે.
જે ઘણી ઉપયોગી છે, પરંતુ જેમના સ્નાયુઓ પહેલેથી નબળા હોય તેમણે આ એક્સરસાઇઝને સમજી-વિચારીને કરવી જોઈએ. એકદમી જ તમે ૧૫-૨૦ કિલ્લો વજન ઉપાડવા લાગો તો સ્નાયુઓ પર બળ પડવાનું જ છે અને એ બળને કારણે સ્નાયુઓ તૂટી શકે છે કે ખેંચાઈ શકે છે કે લિગામેન્ટ પર પણ અસર પડી શકે છે.
સ્ટેરોઇડની અસર
જિમમાં અમુક લોકો વજન વધારવા માટે પણ જતા હોય છે. ઘણા લોકો બોડી-બિલ્ડિંગ માટે પણ જતા હોય છે. દરેક જિમમાં એના ઇન્સ્ટ્રક્ટર છે જે તેમને ગાઇડ કરતા હોય છે. તેમની સલાહ મુજબ જિમમાં જતા ઘણા લોકો પ્રોટીન પાઉડર પીતા હોય છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, આ પ્રોટીન પાઉડરમાંના અમુક પાઉડરમાં સ્ટેરોઇડ્સનો લો ડોઝ હોય છે, જેને લાંબો સમય સુધી લેતા રહેવાને કારણે શરીર પર વિપરીત અસર થાય છે.
અમારી પાસે એવા દરદીઓ આવે છે જેઓ છેલ્લા ૬ મહિનાી સ્ટેરોઇડ્સ લઈ રહ્યા હોય એને કારણે તેમના શરીરમાં તથા લોહીના પરિભ્રમણ પર અસર થાય છે. લોહી હિપ-જોઇન્ટ સુધી વ્યવસ્તિ પહોંચતું ન હોવાને કારણે આવી વ્યક્તિઓનો હિપ-બોલ તૂટી જાય છે, જેને લીધે રિપ્લેસમેન્ટ સર્જરી કરવી પડી શકે છે. આ એક પેઇનફુલ પ્રક્રિયા છે. નિષ્ણાત ડોક્ટરને પૂછ્યા વગર ક્યારેય સ્ટેરોઇડ્સ લેવી નહીં.
ડોકટર પાસેથી જાણીએ ઇન્જરીથી બચવા શું કરવું?
* જિમ જોઇન કરવાના હો એ પહેલાં થોડી બેઝિક કસરતો ઘરે કરતા થાઓ. ૪૦ મિનિટનું બ્રિસ્ક વોકિંગ જ્યારે વગર થાક્યે કરી શકો ત્યારે વિચારી શકાય કે જિમ- એક્સરસાઇઝ ચાલુ કરી શકાય.
* કાર્ડિયો-એક્સરસાઇઝ જિમમાં ન કરો તો વધુ સારું. મશીનો સાથે કાર્ડિયો કરવા કરતાં બ્રિસ્ક વોકિંગ, પગથીયા ચડ-ઊતર કરવાં, સ્વિમિંગ, બીચ પર જોગિંગ અસરકારક અને પ્રમાણમાં સેફ કાર્ડિયો-એક્સરસાઇઝ છે. ટ્રેડમિલ પર ભાગવામાં તમને તમારી સ્ટ્રેન્ગ્થ અને થાક ક્યારેક ન ખબર પડે તો ઓવર-એક્સરસાઇઝને લીધે હાર્ટ પર અસર થઈ જાય છે. જો તમે બીચ પર દોડતા હો તો એ શક્ય જ નથી, કારણ કે જેવા તમે થાકો તમારું શરીર પોતાની રીતે જ સ્પીડ ઓછી કરી નાખે છે.
* જિમમાં ક્યારેય જાતે પોતાની રીતે એક્સરસાઇઝ ન કરવી, સર્ટિફાઇડ ટ્રેઇનર પાસેથી જ ટ્રેઇનિંગ લેવી. વળી તમારો ટ્રેઇનર એવો હોય જે તમારી ક્ષમતા મુજબ તમને કામ નથી આપતો અવા તો એનાથી વધુ કરાવે છે તો ચેતી જાઓ અને ટ્રેઇનર બદલો.
* ધીમે-ધીમે આગળ વધો. આજે ૧૦ કિલો વજન સાથે એક્સરસાઇઝ કરી છે એ ૧૦ કિલો વજન સાથે તમે જ્યારે રમત-રમતમાં એક્સરસાઇઝ કરતા થઈ જાઓ ત્યારે જ વજન થોડું વધારો.
* એક મહિનામાં આદર્શ રીતે બે કિલો વજન ઊતરવું જોઈએ. આવા નાના ગોલ્સ રાખશો તો પર્ફેક્ટ વેઇટલોસ થશે. એક મહિનામાં પાંચ-સાત કિલો ઉતારવાના ગોલમાં ઇન્જરી થવાની શક્યતા વધુ છે.