મેઇન બોર્ડ આઇપીઓ કરતા એસએમઇમાં વધુ વળતર મળતું હોવાથી રોકાણકારો ફર્યા

પ્રાયમરી માર્કેટમાં મેઇનબોર્ડના આઇપીઓમાં ઇન્વેસ્ટર્સને રસ ઉડતો હોય તેવું લાગે છે. બીજી બાજુ એસએમઇ આઇપીઓમાં અનેક ગણા ભરણા થતા હોય છે અને ડબલ થી વધુ ભાવે લિસ્ટીંગ થઈ રહ્યા છે. જ્યારે મેઇનબોર્ડના આઇપીઓ બે-ચાર ગણા થી વધુ એચએનઆઇ- રિટેઇલમાં માંડ માંડ ભરાતા  હોઈ ઉપરાંત લિસ્ટિંગ પણ નબળા થતા હોય, ખાસ કરીને એસએમઇ આઇપીઓ જેવા લિસ્ટિંગ તો મેઇનબોર્ડના આઇપીઓ ના થતાજ નથી. એસએમઇ આઇપીઓ ની સાઈઝ પણ નાની હોય છે. જ્યારે મેઇનબોર્ડ આઇપીઓ માં ઇકવીટી પણ મોટી હોવાથી તેજી થવી અઘરી હોય છે. અથવા લિસ્ટિંગ ગેઇન મળવો મુશ્કેલ હોય છે.

જ્યારે એસએમઇ આઇપીઓમાં નાની ઇકવીટી હોવાથી થોડાક બાઇંગમાં પણ ઊંચા લિસ્ટિંગ ગેઇનની સંભાવના એ સારા એવા ભરણા એસએમઇ આપીઓમાં થઈ રહ્યા છે. તાજેતરમાં આવેલા મેઇનબોર્ડના આપીઓની વાત કરીએ તો કી સ્ટોન રિટેઇલ ઓવરઓલ 2 ગણો ભરાયો હતો. આઇનોક્સ ગ્રીન 1.65 ગણો ભરાયો હતો. ફાઇવસ્ટાર બિઝનેસ તો 1 ગણો પણ ભરાયો નથી.

જ્યારે ફ્યુઝન માઇક્રો 3 ગણો ભરાયો હતો. બીજી બાજુ એસએમઇમાં આવેલા તાજેતરના આઇપીઓમાં અર્હમ ટેકનોલોજી લિમિટેડ 481 ગણાથી વધુ ભરાયો હતો. બહેતી રીસાક્લીંગ ઇન્ડ.લીમેટેડ 435 ગણાથી વધારે ભરાયો હતો. પ્રતિકા એન્જિનયરીંગ 172 ગણાથી વધુ ભરાયો હતો. ઓલ ઇ ટેકનોલોજી લીમીટેડ 132 ગણો અને પીએનજીએસ ગાર્ગી ફેશન લીમીટેડ 248 ગણો ભરાયો છે.

આમ એસએમઇ આઇપીઓમાં અનેક ગણા ભરણા થઈ રહ્યા છે. આ અંગે શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતુ કે થોડા દિવસોથી પ્રાયમરી માર્કેટમા મેઇનબોર્ડના આઇપીઓ કરતા એસએમઇ આઇપીઓ વધુ ચાલી રહ્યા છે. લોકોને એસએમઇ આઇપીઓ સારું વળતર  પણ મળતું હોવાથી રોકણકારો એસએમઇ આઇપીઓ તરફ વળ્યા છે અને રોકાણકરો એસએમઇ આઇપીઓમાં રોકાણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ જ રહેશે તેવું પરેશભાઈએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.