રોડ-રસ્તા તહસ-નહસ, જન જીવન ખોરવાયું

ભારે વરસાદના કારણે મચ્છુ નદીમાં ઠલવાયેલો પાણીના જથ્થો માળિયા-મિયાણા અને આસપાસના વિસ્તારોમાં ભયજનક રીતે ફરી વળતા ભારે તારાજી સર્જાઈ છે. રોડ-રસ્તા ઉખડી ગયા છે, ઠેર-ઠેર ખાડા પડયા છે. પરિણામે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અનેક વિસ્તારોમાં રોજીંદુ જીવન ખોરવાઈ ગયું છે. માળિયાની આસપાસના ગામડાઓમાં ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે. જિલ્લા કલેકટર અને પોલીસ વડા તથા સ્વૈચ્છીક સંસ્થાઓ તહસ-નહસ થયેલા માળિયા મિયાણાના લોકોની સેવામાં જોતરાઈ ગયા છે.

રેલવે પાટાઓનું પણ ધોવાણ

વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ સામે રેલવે પાટાઓ પણ ટકી શકયા નથી. માળિયા મિયાણાને અન્ય વિસ્તારો સાથે જોડતી રેલવે લાઈન ધોવાઈ જતા ટ્રેનનો વ્યવહાર અટકી પડયો છે. હાલ રેલવેના પાટાઓનું સમારકામ ચાલુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.