અન્નદાન એ જ મહાદાનના સેવા પ્રકલ્પ સાથે કાર્ય કરતી સંસ્થાને લોકોની શુભેચ્છા

મહુવા તાલુકામાં ભૂખ્યાને ભોજન સંસ્થાની હરતી-ફરતી ગાડી 8 વર્ષથી ભોજન સેવાકાર્ય કરે છે. અને આ ભૂખ્યાને ભોજન સંસ્થા દ્વારા દરરોજ માટે 1000 લોકોને ભોજન આપવામાં છે. અને લોકોને માન અને સન્માનથી ભોજન આપી જમાડવામાં આવે છે. આ સંસ્થા દ્વારા ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતા લોકો , તેમજ સરકારી હોસ્પિટલ, તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો , તેમજ મહુવા શહેરના તમામ આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને ભોજન આપવામાં આવે છે.

આ સંસ્થાનો એક જ હેતુ છે કે, અન્નક્ષેત્ર એ મહાદાન છે. અને કોઈપણ માણસ ભુખ્યો રહેવો ન જોઈએ. અને લોકોને સવારે અને સાંજે બે ટાઈમ માટે ભોજન આપવામાં છે.અને અને આ ભૂખ્યાને ભોજન સંસ્થા દ્વારા જે લોકોને ભોજન આપવામાં માટે જે કાર્ય કરી રહ્યુ છે.્તે કાર્યને મહુવા શહેરીજનો ધન્યવાદ આપે છે.

આં ભૂખ્યાને ભોજન સંસ્થામાં દાતાઓના સહયોગથી આં સંસ્થા ચાલે છે. આ તકે આ સંસ્થા સંચાલક સાથે વાતચીત કરતા જશુભાઇ ધોળકીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , ભગવાન આ સારૂ કાર્ય કરાવે છે. અમે આ સેવાના કાર્યથી સંતોષ છે. અમારી સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી ચાલે છે. અને આમારી સંસ્થાનું એક સૂત્ર છે કે, દાન દેવાવાળાનુ અને સેવા કરવા વાળાનુ તેમજ જમવાં વાળાનું ભગવાન સૌનું ભલુ કરે તેવી મારી પ્રાર્થના છે.

તેવું જણાવવામા આવ્યું હતું. અને આ સંસ્થામાં દ્વારા આ ખુબ સારૂ કરે છે. આવું કાર્ય કરતાં રહે તેવી મહુવા તેમજ આજ-બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો શુભેચ્છાઓ આપે છે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.