ઓસ્ટ્રેલીયા સોફટવેર કંપનીમાં 83.38 લાખના પેકેજની જોબ આપી
મહુવાના જાણીતા સ્ટેમ્પ વેન્ડર આશિષકુમાર ધીરજલાલ મહેતાની પુત્રી ચાર્મી મહેતાએ રાંચી ખાતે ટ્રિપલ આઇટી માં અભ્યાસ પૂર્ણ કરી સમગ્ર યુનિવર્સિટી માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાંચીની આ IIT યુનિવર્સિટી ખાતે ગઈ કાલે તેજસ્વી વિદ્યાર્થીઓનાં દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂરૃમૂરે ના હસ્તે કુ.ચાર્મી મહેતાને સિલ્વર મેડલ અને પદવી એનાયત કરીને સન્માનિત કરવામાં આવી હતી.
આ સમારોહમાં ઝારખંડ રાજ્ના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કુ.ચાર્મી મહેતાએ ભારત સ્થિત ઓસ્ટ્રેલિયાની ’એટલાસિયન’ સોફ્ટવેર કંપનીમાં રૂ. 83.38 લાખનાં પેકેજની જોબ સ્વીકારી છે. કુ. ચાર્મી મહેતાને સમગ્ર મહુવા પંથકમાંથી અભિનંદન મળી રહ્યા છે.